બોટાદના ચુનીભાઈ જાદવે પ્રમાણિકતા દાખવી:વૃદ્ધાની ખોવાયેલી સોનાની બુટ્ટી પરત કરી

Gujarat6/3/2026, 4:19:15 PM
બોટાદના ચુનીભાઈ જાદવે પ્રમાણિકતા દાખવી:વૃદ્ધાની ખોવાયેલી સોનાની બુટ્ટી પરત કરી
બોટાદ શહેરમાં પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. હીરા ઘસીને ગુજરાન ચલાવતા ચુનીભાઈ નાનજીભાઈ જાદવને એક વૃદ્ધાની ખોવાયેલી સોનાની બુટ્ટી મળી હતી, જે તેમણે પત્રકારોની મદદથી મૂળ માલિકને પરત કરી હતી. સાળંગપુર ગામના નીલાબેન માવજીભાઈ નામના વૃદ્ધા બોટાદ શહેરની વડોદરિયા હોસ્પિટલમાં દવા લેવા આવ્યા હતા. આ દરમિયાન તેમની કિંમતી સોનાની બુટ્ટી ક્યાંક પડી ગઈ હતી અને ખોવાઈ ગઈ હતી. આ બુટ્ટી બોટાદ શહેરના હિફલી વિસ્તારમાં રહેતા ચુનીભાઈ નાનજીભાઈ જાદવને મળી હતી. ચુનીભાઈ હીરા ઘસીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારબાદ, 03/06/2026 ના રોજ, બુટ્ટીના મૂળ માલિક નીલાબેનને સાળંગપુરથી બોટાદની વડોદરિયા હોસ્પિટલમાં ડોકટરો અને કર્મચારીઓની રૂબરૂમાં બુટ્ટી પરત કરવામાં આવી હતી. પોતાની કિંમતી બુટ્ટી પરત મળતા વૃદ્ધા નીલાબેને ખુશી વ્યક્ત કરી હતી અને આ કાર્યમાં મદદ કરનાર સૌનો આભાર માન્યો હતો.
Read Original Article →