બોટાદના નવહથ્થા હનુમાનજી મંદિરે નવગ્રહ હવન:પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે લોક ડાયરાનું આયોજન
બોટાદ શહેરના હરણકુઈ વિસ્તારમાં આવેલા શ્રી નવહથ્થા હનુમાનજી મંદિર ખાતે આગામી શુક્રવાર, 15 મે 2026 ના રોજ નવગ્રહ નવકુંડી હવન અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાત્રે 9:30 કલાકે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરાયું છે. આ લોક ડાયરામાં જાણીતા કલાકારો રઘુરામ દુધરેજીયા (ભજનીક), ભુપતભાઈ વાઘલ (ભજનીક), સુરક્ષાબેન સરવૈયા (દક્ષાબેન) (લોક ગાયિકા) અને ભીખાભાઈ વાઘેલા (સ્ટેજ સંચાલક) પોતાની કલા રજૂ કરશે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી નવહથ્થા હનુમાનજી મંદિર, હરણકુઈ, બોટાદ દ્વારા કરવામાં આવ્યું છે. મહંતશ્રી નિર્મળાનંદ સરસ્વતી ગુરુશ્રી શિવાનંદ સરસ્વતી અને સમસ્ત સેવક સમુદાય બોટાદે જાહેર જનતાને આ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં પધારવા ખાસ અપીલ કરી છે.
Read Original Article →