બોટાદમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડની બેઠક યોજાઈ:સભ્યો વધારવા અને યોગ પ્રત્યે જાગૃતિ લાવવા માર્ગદર્શન અપાયું

Gujarat5/15/2026, 7:15:29 AM
બોટાદમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડની બેઠક યોજાઈ:સભ્યો વધારવા અને યોગ પ્રત્યે જાગૃતિ લાવવા માર્ગદર્શન અપાયું
બોટાદ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ કોચ અને ટ્રેનર્સની એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય હેતુ યોગ પ્રવૃત્તિઓને વેગ આપવાનો અને વધુ લોકોને યોગ સાથે જોડવાનો હતો. આ બેઠકમાં ઝોન કોર્ડીનેટર વાલજીભાઈ ડાભીએ ઉપસ્થિત સભ્યોને યોગ ક્લાસ કેવી રીતે વધારવા, વધુ લોકોને યોગ માટે એકત્રિત કરવા અને યોગના વિવિધ ફાયદાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે યોગના મહત્વ પર ભાર મૂક્યો હતો. બોટાદ જિલ્લાના યોગ કોર્ડીનેટર પ્રવિણભાઈ કળથીયાએ 'યોગમય બોટાદ' બનાવવાની દિશામાં ચર્ચાઓ કરી હતી. તેમણે બોટાદમાં નવા યોગ ટ્રેનર્સની સંખ્યા વધારવા પર ભાર મૂક્યો હતો, જેથી વધુ લોકો સુધી યોગ પહોંચાડી શકાય. સોશિયલ મીડિયા કોર્ડીનેટર સાહિલભાઈ રાજપારીએ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને યોગ તરફ કેવી રીતે વાળવા અને ખાસ કરીને બાળકોને યોગ સાથે જોડવા માટેની પદ્ધતિઓ સમજાવી હતી. બેઠકના અંતે, મહિલા સભ્યો દ્વારા આ બાબતે વધુ લોકોમાં જાગૃતિ લાવવા અને યોગના પ્રચાર-પ્રસારમાં સક્રિય યોગદાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
Read Original Article →