ગઢડામાં પવન સાથે વરસાદી ઝાપટું:ગરમીથી લોકોને મળી રાહત, વાતાવરણમાં ઠંડક
બોટાદ જિલ્લાના ગઢડા શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. પવનના સુસવાટા સાથે વરસાદી ઝાપટું વરસ્યું હતું. આ વરસાદને કારણે ગઢડાના શાક માર્કેટ, ભડલી ગેટ, સામાકાંઠા, બોટાદના ઝાંપે, ટાવર રોડ, ખોડિયાર નગર અને મોહન નગર સહિતના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી વહેતા જોવા મળ્યા હતા. ગઢડા તાલુકાના કેટલાક ગામોમાં પણ વરસાદ નોંધાયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી વચ્ચે અચાનક આવેલા આ વરસાદથી લોકોને ગરમીથી મોટી રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
Read Original Article →