બોટાદમાં 15 દિવસીય નિશુલ્ક યોગ સમર કેમ્પનો પ્રારંભ:ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકોને યોગ, આસન, પ્રાણાયામની તાલીમ

Gujarat5/20/2026, 9:48:48 AM
બોટાદમાં 15 દિવસીય નિશુલ્ક યોગ સમર કેમ્પનો પ્રારંભ:ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકોને યોગ, આસન, પ્રાણાયામની તાલીમ
બોટાદ શહેરના મોટી વાડી વિસ્તારમાં આવેલી બોયઝ હાઈ સ્કૂલમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 15 દિવસીય નિશુલ્ક સમર કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કેમ્પનું આયોજન યોગ સેવક અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલ સરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. આ સમર કેમ્પનો શુભારંભ બોટાદ જિલ્લાના કોર્ડીનેટર પ્રવીણભાઈ કળથીયાના હસ્તે થયો હતો. આ કેમ્પમાં 7 થી 15 વર્ષના બાળકોને દરરોજ યોગ, આસન, પ્રાણાયામ અને ધ્યાન શીખવવામાં આવશે. બાળકોની ઊંચાઈ વધારવા, યાદશક્તિ અને એકાગ્રતા સુધારવા માટેના વિશિષ્ટ આસનો પણ શીખવવામાં આવશે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા કોર્ડીનેટર સાહિલભાઈ રાજપારી દ્વારા બાળકોને મોબાઈલથી દૂર રહેવા અને આદર્શ બાળક બનવા અંગે દરરોજ જ્ઞાન આપવામાં આવે છે. આ કેમ્પમાં યોગ કોચ મયુરીબેન દવે અને યોગ ટ્રેનર આહુતિબેન જોશી દ્વારા બાળકોને પ્રેક્ટિકલ તાલીમ આપી સહયોગ પૂરો પાડવામાં આવી રહ્યો છે.
Read Original Article →