બોટાદમાં બ્રહ્માકુમારીઝનો દિવ્ય ગર્ભ સંસ્કાર કાર્યક્રમ:સગર્ભા બહેનો માટે નિઃશુલ્ક આયોજન, દર મહિને યોજાશે

Gujarat5/27/2026, 8:03:34 AM
બોટાદમાં બ્રહ્માકુમારીઝનો દિવ્ય ગર્ભ સંસ્કાર કાર્યક્રમ:સગર્ભા બહેનો માટે નિઃશુલ્ક આયોજન, દર મહિને યોજાશે
બોટાદમાં પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયની સ્થાનિક શાખા દ્વારા સગર્ભા બહેનો માટે દિવ્ય ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સગર્ભા માતાઓ અને તેમના ગર્ભસ્થ શિશુના સર્વાંગી વિકાસનો છે. આ કાર્યક્રમ ગર્ભાવસ્થા દરમિયાન માતાના વિચારો, ભાવનાઓ અને આચરણની ગર્ભસ્થ બાળકના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ પર થતી સીધી અસરના વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક સત્ય પર આધારિત છે. તેનો હેતુ BLISS, JOY, KNOWLEDGE, PEACE, LOVE, HAPPINESS, PURITY અને POWER જેવા દિવ્ય સંસ્કારોનું સિંચન કરવાનો છે. કાર્યક્રમમાં રાજયોગ મેડિટેશન, સકારાત્મક વિચાર, સંગીત, ગર્ભ સંવાદ, સાત્વિક આહાર અને યોગ્ય જીવનશૈલી અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આનાથી માતા તણાવમુક્ત રહી શકે છે અને બાળકમાં જન્મથી જ દિવ્ય ગુણોનો વિકાસ થાય છે. સિદ્ધિવિનાયક હોસ્પિટલના સ્ત્રી રોગ નિષ્ણાત ડો. હિરલબેન અણઘણ પણ વાર્તાલાપ દ્વારા માર્ગદર્શન આપશે. આ નિઃશુલ્ક કાર્યક્રમ દર મહિનાના પહેલા શનિવારે સાંજે 5:00 થી 6:00 કલાકે યોજાય છે. કાર્યક્રમનું સ્થળ બ્રહ્માકુમારીઝ કેન્દ્ર, પંજવાણી વે બ્રિજ, ઉમિયાધામ વાડી સામે, પાળીયાદ રોડ, બોટાદ છે. બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્રના વડા બી.કે. નીતાબેને સગર્ભા બહેનો અને તેમના પરિવારજનોને આ અમૂલ્ય તકનો લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે.
Read Original Article →