બોટાદના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યા:શિરવાણીયા, નાગલપર, ઢાંકણીયા તળાવો ભરવા ખેડૂતોની માંગ

Gujarat6/3/2026, 12:23:34 PM
બોટાદના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યા:શિરવાણીયા, નાગલપર, ઢાંકણીયા તળાવો ભરવા ખેડૂતોની માંગ
બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. શિરવાણીયા, ઢાકણીયા અને નાગલપર તળાવોમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ અવાજ ઉઠાવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે જો આ તળાવો અને ચેકડેમોમાં પાણી ભરવામાં આવે તો આશરે 15 થી 20 જેટલા ગામોના ખેડૂતોને સિંચાઈ માટે મોટો લાભ મળી શકે છે. હાલ કપાસનું વાવેતર કર્યા બાદ ઓછા વરસાદ અને ભૂગર્ભ જળસ્તર નીચે જવાને કારણે કૂવા અને બોરમાં પાણી ખૂટી રહ્યા છે. પરિણામે, ખેડૂતો તેમના પાકને બચાવવા માટે ચિંતિત છે. બોટાદના ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઈના પાણીની અછત દિવસેને દિવસે ગંભીર બની રહી છે. વિસ્તારમાં આવેલા શિરવાણીયા, ઢાકણીયા અને નાગલપર તળાવોમાં પાણી સંપૂર્ણપણે સુકાઈ ગયા છે. ખેડૂતોની માંગ છે કે સરકાર અને સંબંધિત તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરીને આ ચેકડેમો અને તળાવોમાં પાણી છોડે, જેથી વાવેતર કરેલા પાકને બચાવી શકાય અને ખેડૂતોને સિંચાઈ માટે રાહત મળી શકે. શિરવાણીયા ગામના ખેડૂત મધુભાઈ વેલાભાઈએ આ અંગે માહિતી આપી હતી.
Read Original Article →