બોટાદમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી:માસ્ટર કોમ્પ્યુટર દ્વારા વિદ્યાર્થીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો

Gujarat6/5/2026, 7:39:34 AM
બોટાદમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી:માસ્ટર કોમ્પ્યુટર દ્વારા વિદ્યાર્થીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો
બોટાદમાં વિશ્વ પર્યાવરણ દિવસ, 5 જૂન, નિમિત્તે એક જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદના ફોરેસ્ટ વિભાગ ખાતે માસ્ટર કોમ્પ્યુટરમાં અભ્યાસ કરતા ધોરણ 10, 12 અને કોલેજના વિદ્યાર્થીઓ માટે આ સેમિનાર યોજાયો હતો. તેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પર્યાવરણ સંરક્ષણ અંગે માહિતી આપવાનો અને ભવિષ્ય માટે ઉપયોગી જ્ઞાન પૂરું પાડવાનો હતો. આ સેમિનારમાં વિવિધ વિભાગોના અધિકારીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. ફાયર વિભાગ, ફોરેસ્ટ વિભાગ, મીડિયા વિભાગ, જાયન્ટ્સ ગ્રુપ અને મહિલા કાઉન્સેલિંગ જેવા ક્ષેત્રોના નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને પર્યાવરણ સંબંધિત વિવિધ પાસાઓ વિશે માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સૌને પર્યાવરણ સુરક્ષા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા. જેમાં ઓછામાં ઓછા પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા અને ફરજિયાતપણે વૃક્ષારોપણ કરી તેનું જતન કરવા સંકલ્પ લેવાયો હતો. ફોરેસ્ટ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ માટે રોપા પણ વિતરણ કરવામાં આવ્યા હતા.
Read Original Article →