બોટાદ કોંગ્રેસે ઉમેદવારોની જાહેરાત કરી:જિલ્લા પંચાયત અને બે નગરપાલિકાની બેઠકો માટે નામો જાહેર
બોટાદ જિલ્લા કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. જિલ્લા પંચાયતની 20 બેઠકો, બોટાદ નગરપાલિકાની 44 અને બરવાળા નગરપાલિકાની 24 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ગઢડા, બોટાદ, રાણપુર અને બરવાળા તાલુકા પંચાયતોના ઉમેદવારોની જાહેરાત બપોર બાદ કરવામાં આવશે. જિલ્લા પંચાયતની યાદીમાં પૂર્વ વિપક્ષ નેતા અને પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જેવા જૂના ચહેરાઓને રિપીટ કરાયા છે, જ્યારે કેટલાક નવા ચહેરાઓને પણ તક આપવામાં આવી છે. કોંગ્રેસે પસંદગી પામેલા ઉમેદવારોના સિંગલ નામોની જાહેરાત કરી છે. કેટલાક ઉમેદવારો આજથી જ તેમના ઉમેદવારી પત્રો રજૂ કરશે, જ્યારે બાકીના ઉમેદવારો આવતીકાલે ફોર્મ ભરશે. બોટાદ જિલ્લા પંચાયત માટે કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવારોની યાદી નીચે મુજબ છે:
Read Original Article →