ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા માંગ:બોટાદ કલેકટર કચેરીએ આવેદનપત્ર અપાયું
રાષ્ટ્રીય પછાત એકતા મંચ દ્વારા બોટાદ કલેકટર કચેરી ખાતે રાષ્ટ્રપતિને સંબોધીને એક આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. મંચે જણાવ્યું કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાથી સરકાર દ્વારા તેની સુરક્ષા અને સંવર્ધન માટે અનેક સુવિધાઓ મળી શકશે. હાલમાં ગાયના નામે થતી પ્રતાડના, મારપીટ અને કતલ જેવી ઘટનાઓ પર રોક લાગી શકે છે. આ માંગને ભારતમાં મુસ્લિમ સમાજ અને દલિત સમાજ દ્વારા પણ સમર્થન મળ્યું છે. આ સમર્થનના ભાગરૂપે બોટાદ કલેકટર કચેરીએ આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય પછાત એકતા મંચના અધ્યક્ષ મનજીભાઈ સોલંકી, વિઠલભાઈ સાપરીયા, મુકેશભાઈ પરમાર, કેશવભાઈ મકવાણા, રતિલાલભાઈ ચૌહાણ, જેરામભાઈ તાવયા, પ્રેમજીભાઈ પરમાર, મૌલાના સૌકત અલી સૈયદ સાહેબ, મિથિલા નંદ બાપુ, નુર મોહમ્મદભાઈ દાયમા સાહેબ, ઈમરાનભાઈ કળગથરા, હરગોવિંદભાઈ સાબળીયા, સાજીદભાઈ બાવળીયા, સોહિલભાઈ જાંગડ, ઈલ્યાસભાઈ ચૌહાણ, મંગાભાઈ પરમાર, આરિફભાઈ ભાસ, જાકિરભાઈ સંધી, અકિલભાઈ માંકડ અને કરીશ્માબેન ખટુમ્બરા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →