બોટાદ કેમિસ્ટ એસોસિએશને અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું:ઓનલાઈન ફાર્મસી અને વેપારીઓના પડતર પ્રશ્નો મુદ્દે રજૂઆત
બોટાદ કેમિસ્ટ એસોસિએશન દ્વારા આજે બોટાદ જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ (AIOCD) દ્વારા અપાયેલા રાષ્ટ્રવ્યાપી બંધના એલાનના સમર્થનમાં આ રજૂઆત કરાઈ હતી. આ પ્રસંગે કેમિસ્ટ એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યો મોટી સંખ્યામાં એકત્રિત થઈ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. તેમણે અધિક કલેક્ટરને રૂબરૂ મળીને પોતાની માંગણીઓ સાથેનું આવેદનપત્ર સુપરત કર્યું હતું. આવેદનપત્રમાં દવાના વેપારીઓના પડતર પ્રશ્નો, ઓનલાઈન ફાર્મસીના કારણે સ્થાનિક વેપારીઓને થતું નુકસાન, અને કેમિસ્ટોની વિવિધ ન્યાયી માંગણીઓ અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. વેપારીઓની લાગણીઓ અને મુશ્કેલીઓ સરકાર સમક્ષ પહોંચાડવાની પણ માંગ કરાઈ હતી. આ રજૂઆત સમયે બોટાદ કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ, સેક્રેટરી, કારોબારી સભ્યો તેમજ સ્થાનિક દવાના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →