બોટાદમાં જનગણના 2027નો શુભારંભ:ગ્રીન મેન ભીકડીયા, ભલગામિયાની ઓનલાઈન વિગતો ભરવા અપીલ
બોટાદ શહેરમાં જનગણના 2027નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ વસ્તી ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ સ્વરૂપમાં હાથ ધરવામાં આવશે. શહેરના પ્રતિષ્ઠિત મહાનુભાવો ગ્રીન મેન સી.એલ. ભીકડીયા અને શિક્ષણવિદ્ દિલીપભાઈ ભાલગામિયાએ નાગરિકોને પોતાના પરિવારની વિગતો વેબ પોર્ટલ પર ઓનલાઈન ભરવા અપીલ કરી છે. ગુજરાતમાં 1 જૂન 2026 થી 31 જૂન 2026 દરમિયાન વસ્તી ગણતરીનો પ્રારંભ થશે. વહીવટી તંત્ર દ્વારા નિયુક્ત કર્મચારીઓ દરેક ઘર-કુટુંબની રૂબરૂ મુલાકાત લઈને જરૂરી વિગતો એકત્રિત કરશે. આ વખતે સૌપ્રથમવાર ઓનલાઈન સ્વ-ગણતરીની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. નાગરિકો 31 મે 2026 સુધીમાં ઘરે બેઠા જ વેબ પોર્ટલ પર પોતાની અને પરિવારની વિગતો ઓનલાઈન નોંધી શકશે. આનાથી કર્મચારીઓને વિગતો ભરવામાં સરળતા રહેશે અને સમયનો બચાવ થશે. 24 મે 2026ના રોજ બોટાદમાં વસ્તી ગણતરી કર્મચારીઓ કાંતિભાઈ બાવળીયા, દિનેશભાઈ ચાવડા અને ગૌરાંગ વાઘેલાએ સી.એલ. ભીકડીયા અને દિલીપભાઈ ભાલગામિયાની મુલાકાત લીધી હતી. તેમણે જરૂરી વિગતો એકત્રિત કરીને જનગણના 2027નો શુભારંભ કરાવ્યો હતો. વસ્તી ગણતરી એ રાષ્ટ્રની મહત્વપૂર્ણ યોજનાઓ તૈયાર કરવામાં નિર્ણાયક પરિબળ છે. તેનાથી મળતી માહિતી આગામી રાષ્ટ્રીય યોજનાઓને આકાર આપવામાં મદદરૂપ થાય છે. સાચી માહિતી નોંધાવવી એ દરેક નાગરિકની ફરજ છે.
Read Original Article →