બોટાદના લાઠીદડથી ભાજપે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો:કેન્દ્રીય મંત્રી, કિસાન મોરચા અધ્યક્ષે ખેડૂત સંવાદ યોજ્યો
બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો છે. બોટાદના લાઠીદડ ગામે ભાજપ દ્વારા કિસાન સંવાદ કાર્યક્રમ યોજીને પ્રચાર શરૂ કરાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા અને પ્રદેશ ભાજપ કિસાન મોરચાના અધ્યક્ષ હિરેન હિરપરા ઉપસ્થિત રહ્યા હતા. કિસાન સંવાદ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા અને પ્રદેશ ભાજપ કિસાન મોરચાના અધ્યક્ષ હિરેન હિરપરા ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, મહામંત્રી દીપક સાબવા, વિજય ધલવાણીયા, મંગળસિંહ ટાંક, અશોકભાઈ માથોળીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા અને પ્રદેશ ભાજપ કિસાન મોરચાના અધ્યક્ષ હિરેન હિરપરાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ શાસન દરમિયાન ખેડૂતો પાણી અને વીજળી જેવી સમસ્યાઓથી પરેશાન હતા, પરંતુ કોંગ્રેસના નેતાઓએ ક્યારેય તેમની સમસ્યાઓ પર ધ્યાન આપ્યું ન હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, દેશમાં ભાજપ સરકાર સત્તામાં આવ્યા બાદ ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓ દ્વારા ખેડૂતોની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવ્યું છે અને તેમને સશક્ત બનાવવામાં આવ્યા છે.
Read Original Article →