બોટાદની અવની ચાવડા BCCI કેમ્પ માટે પસંદ:અંડર-19 NCA કેમ્પમાં ભાગ લેનારી પ્રથમ મહિલા ક્રિકેટર
બોટાદની અવની સુરેશભાઈ ચાવડાની BCCI દ્વારા આયોજિત અંડર-19 NCA કેમ્પ માટે પસંદગી કરવામાં આવી છે. તે બોટાદ જિલ્લામાંથી આ કેમ્પ માટે પસંદ થનાર પ્રથમ મહિલા ક્રિકેટર છે. અવની ચાવડાની પસંદગી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર-19 ઇન્ડિયા મહિલા ક્રિકેટ NCA કેમ્પમાં ભાગ લેવા માટે કરવામાં આવી છે. તે બોટાદની સમરસ એકેડેમી ખાતે કોચ કિરણ સોલંકીના માર્ગદર્શન હેઠળ પ્રેક્ટિસ કરે છે અને શ્રી મન મંદિર સ્કૂલ, બોટાદમાં ધોરણ-૧૧માં અભ્યાસ કરે છે. માત્ર 16 વર્ષની નાની વયે, અવની ચાવડાએ અગાઉ SGFI ગુજરાત મહિલા U-17 ટીમ તેમજ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA)ની U-15, U-17, U-19, U-23 અને સીનિયર ક્રિકેટ ટીમોમાં પણ સ્થાન મેળવ્યું છે. અવની ચાવડા આગામી 27 એપ્રિલના રોજ બેંગલોરમાં યોજાનાર કેમ્પમાં જોડાશે. ત્યાં તેને ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર વી.વી.એસ. લક્ષ્મણના માર્ગદર્શન હેઠળ કોચિંગ આપવામાં આવશે. આ સિદ્ધિ બદલ તેના પરિવાર અને બોટાદ જિલ્લામાં ખુશીનો માહોલ છે.
Read Original Article →