બોટાદ AAP જિલ્લા પ્રમુખે જિલ્લા પંચાયત ચૂંટણીમાં ફોર્મ ભર્યું:પરસોત્તમ રાઠોડે ભીમદાડ બેઠક પર ઉમેદવારી નોંધાવી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

Gujarat4/10/2026, 10:29:43 AM
બોટાદ AAP જિલ્લા પ્રમુખે જિલ્લા પંચાયત ચૂંટણીમાં ફોર્મ ભર્યું:પરસોત્તમ રાઠોડે ભીમદાડ બેઠક પર ઉમેદવારી નોંધાવી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટી (AAP) ના પ્રમુખ પરસોત્તમભાઈ રાઠોડે ભીમદાડ જિલ્લા પંચાયત બેઠક પર પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. તેમણે આ બેઠક પર વિજય થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગઢડા મામલતદાર કચેરી ખાતે પરસોત્તમભાઈ રાઠોડે ભીમદાડ જિલ્લા પંચાયત બેઠક માટે ફોર્મ ભર્યું હતું. આ ઉપરાંત, આમ આદમી પાર્ટીના અન્ય ઉમેદવારોએ પણ તાલુકા પંચાયતની બેઠકો પર ઉમેદવારી પત્રો ભર્યા હતા. આ પ્રસંગે બોટાદ AAP પ્રમુખ અને ભીમદાડ જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર પરસોત્તમભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, ભીમદાડ જિલ્લા પંચાયત બેઠક વિસ્તારમાં આમ આદમી પાર્ટી માટે સારો માહોલ છે. તેમણે વધુમાં કહ્યું કે, લોકો ભાજપથી કંટાળી ગયા છે. તેથી, વિસ્તારના મતદારો, યુવાનો અને શિક્ષિત લોકો ચોક્કસપણે AAP ને પસંદ કરશે, જેના કારણે તેમની જીત નિશ્ચિત છે.
Read Original Article →