બરવાળામાં યુવક પર હુમલો:બાઈક અથડાવી લાકડીથી માર માર્યો માથામાં ઇજા પહોંચતા ભાવનગર ખસેડાયા

Gujarat5/28/2026, 12:40:04 PM
બરવાળામાં યુવક પર હુમલો:બાઈક અથડાવી લાકડીથી માર માર્યો માથામાં ઇજા પહોંચતા ભાવનગર ખસેડાયા
બોટાદ જિલ્લાના બરવાળામાં એક યુવક પર હુમલો થયાની ઘટના સામે આવી છે. પ્રકાશ સોલંકી નામના યુવક પર બાઈક અથડાવી લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેમને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. તેમને વધુ સારવાર માટે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રકાશ સોલંકીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેઓ પોતાના દીકરાને ગેરેજ ખાતે મૂકીને ખોડિયાર મંદિરે દર્શન કરવા ગયા હતા. તે સમયે તેમણે કેટલાક લોકો વચ્ચે તેમની સામે હુમલો કરવાની વાતચીત સાંભળી હતી. ફરિયાદ મુજબ, બાદમાં બરવાળા બસ સ્ટેન્ડ નજીક એક અજાણ્યા વ્યક્તિએ તેમની બાઈકને પાટું મારી અથડામણ સર્જી હતી, જેના કારણે પ્રકાશ નીચે પટકાયા હતા. ત્યારબાદ આરોપીએ લાકડી વડે તેમના માથાના ભાગે માર માર્યો હતો, જેનાથી તેમને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત પ્રકાશને સૌપ્રથમ બરવાળાની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે, વધુ સારવારની જરૂર જણાતા તેમને ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી આરોપીઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →