પાળીયાદમાં અબોલ પશુઓને 56 ભોગ ધરાવાયો:અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે જીવદયા કાર્ય કરાયું
પાળીયાદ મહાજન પાંજરાપોળ ખાતે ગૌરવંતા ગુજરાતી અનંત અંબાણીના 31મા જન્મદિવસ નિમિત્તે અબોલ પશુઓને 56 ભોગ ધરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ રાષ્ટ્ર સંત ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી આયોજિત કરાયો હતો. આ જીવદયા કાર્યક્રમમાં અર્હમ યુવા સેવા ગ્રુપ અને અનંત સેવા ગ્રુપનો સહયોગ રહ્યો હતો. શ્રી પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટના ટ્રસ્ટીગણ તેમજ સેવાભાવી ટીમે ગુરુદેવને વંદન કરી અનંત અંબાણીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જીવદયા પ્રવૃત્તિ બદલ અનંત અંબાણીનો આભાર વ્યક્ત કર્યો હતો.
Read Original Article →