સાળંગપુર ધામનું વૈશ્વિક ગૌરવ:અમેરિકાના મિઝોરી સ્ટેટ કેપિટલમાં હરિપ્રકાશદાસજી સ્વામીનું સન્માન, 'વૈશ્વિક શાંતિ અને માનવતાના દૂત' તરીકે નવાજાયા

Gujarat6/9/2026, 12:02:16 PM
સાળંગપુર ધામનું વૈશ્વિક ગૌરવ:અમેરિકાના મિઝોરી સ્ટેટ કેપિટલમાં હરિપ્રકાશદાસજી સ્વામીનું સન્માન, 'વૈશ્વિક શાંતિ અને માનવતાના દૂત' તરીકે નવાજાયા
અમેરિકાના મિઝોરી રાજ્યના સત્તાવાર કેપિટલ ખાતે સાળંગપુર હનુમાનજી મંદિરના મુખ્ય પ્રેરણાસ્ત્રોત અને જાણીતા આધ્યાત્મિક સંત હરિપ્રકાશદાસજી સ્વામીનું ગૌરવપૂર્ણ બહુમાન કરવામાં આવ્યું છે. મિઝોરી રાજ્યના સ્ટેટ ટ્રેઝરર વિવેક મલેક દ્વારા 5 જૂનના રોજ એક વિશેષ સત્તાવાર જાહેરનામું (Declaration) બહાર પાડીને સ્વામીજીની વૈશ્વિક માનવતાવાદી અને આધ્યાત્મિક સેવાઓને બિરદાવવામાં આવી છે. આ સરકારી દસ્તાવેજમાં સ્વામીને "વૈશ્વિક શાંતિ અને માનવતાના દૂત" (Global Messenger of Peace and Humanity) તરીકે સંબોધવામાં આવ્યા છે. સાળંગપુર ધામનું નેતૃત્વ વિશ્વપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર, સાળંગપુરના વિકાસ પાછળના મુખ્ય પ્રેરકબળ અને માર્ગદર્શક તરીકે તેમના દૂરંદેશી નેતૃત્વનો સ્વીકાર કરાયો છે. વિરાટ અન્નક્ષેત્ર સેવા સાળંગપુર મંદિરના રસોડા દ્વારા દરરોજ 25,000થી વધુ લોકોને વિનામૂલ્યે પૌષ્ટિક અને પવિત્ર પ્રસાદ પૂરો પાડીને કોઈ ભૂખ્યું ન રહે તે સુનિશ્ચિત કરવા બદલ પ્રશંસા કરવામાં આવી છે. યુવા જાગૃતિ અને વ્યસનમુક્તિ સ્વામીજીએ પોતાના પ્રવચનો દ્વારા 1 લાખથી વધુ યુવાનોને જોડીને નૈતિક મૂલ્યો, વ્યસનમુક્તિ અને આત્મ-શિસ્તના માર્ગે વાળ્યા છે, તેની ખાસ નોંધ લેવાઈ છે. વૈશ્વિક શાંતિ અને સામાજિક કલ્યાણ સ્વામીજી દ્વારા ફેલાવવામાં આવતો સર્વધર્મ સંભાવનો સંદેશ તેમજ પર્યાવરણ સંરક્ષણ, શૈક્ષણિક સહાય અને આપત્તિ વ્યવસ્થાપન જેવા કાર્યોથી સમાજમાં આવેલા સકારાત્મક પરિવર્તનને બિરદાવવામાં આવ્યું છે. ભારત અને સનાતન સંસ્કૃતિ માટે ગૌરવની ક્ષણ મિઝોરીના સ્ટેટ ટ્રેઝરર વિવેક મલેકે સત્તાવાર રીતે જાહેર કર્યું હતું કે, તેઓ હરિપ્રકાશદાસજી સ્વામીના સાંસ્કૃતિક વિવિધતા, વૈશ્વિક નેતૃત્વ અને વિશાળ પાયે ચાલતા સામાજિક કલ્યાણના કાર્યોને આદરપૂર્વક પ્રણામ કરે છે. આ આંતરરાષ્ટ્રીય સન્માન માત્ર સાળંગપુર ધામ માટે જ નહીં, પરંતુ સમગ્ર ભારત દેશ અને સનાતન સંસ્કૃતિ માટે અત્યંત ગૌરવની ક્ષણ છે, જે દર્શાવે છે કે સાળંગપુરથી શરૂ થયેલી સેવાની સુવાસ આજે સાત સમંદર પાર અમેરિકાના સરકારી ગલિયારાઓ સુધી પહોંચી છે.
Read Original Article →