તળાજાના સરતાનપર બંદરે સમુદ્રમાં ત્રણ બાળકો ડૂબ્યા:એક જ પરિવારે દીકરો અને દીકરી ગુમાવ્યા, એક બાળકીનો આબાદ બચાવ
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર ગામે દરિયામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના મોત નીપજ્યા છે. જ્યારે એક બાળકીનો આબાદ બચાવ થયો છે. એક જ પરિવારના 3 બાળકો દરિયામાં નહાવા ગયા હતા. બાળકોના મોત થતા સરતાનપર ગામ સહિત તળાજા પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ખાળીયામાં નહાવા પડ્યા બાળકો
પ્રાપ્ત વિગતો મુજબ, બપોરના આશરે 12 વાગ્યાની આસપાસ 3 બાળકો 'ડાંડો'નામના વિસ્તાર પાસે દરિયા કિનારે ગયા હતા.આ સ્થળે હાલ ખાળીયા ખોદવાનું કામ ચાલી રહ્યું હોવાથી ત્યાં મોટા ખાડાઓમાં દરિયાના પાણી ભરાયેલા હતા. આ પાણી ભરાયેલા ખાળીયામાં ત્રણેય માસૂમ બાળકો નહાવા માટે ઉતર્યા હતા.અચાનક જ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં બાળકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. બાળકોને ડૂબતા જોઈ આસપાસના સ્થાનિકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. બે માસૂમના મોત, એક સારવાર હેઠળ
સ્થાનિકોએ બાળકોને બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે બે બાળકોને મૃત જાહેર કર્યા હતા. જ્યારે એક બાળકીને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. નું મોત નીપજ્યું છે. જ્યારે રાજેશ્રી રમેશભાઈ જાદવ હાલ સારવાર હેઠળ છે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા
આયુષ રમેશભાઈ જાદવ અને શિવાન્યા રમેશભાઈ જાદવના મૃતદેહને પીએમ અર્થે તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યારે આબાદ બચી ગયેલી 11 વર્ષની બાળકી રાજેશ્રીબેનને તાત્કાલિક સારવાર માટે તળાજાની 'સદવિચાર' નામની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હાલ તેની તબિયત સ્થિર અને સામાન્ય હોવાનું જાણવા મળી રહ્યું છે. પરિવારમાં આક્રંદ
એક જ પરિવારના બે-બે માસૂમ બાળકોના અકાળે અને કરૂણ મોતથી જાદવ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. માતા-પિતાના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે.
Read Original Article →