તળાજા ડેપોમાં 22મા દિવસે નિશુલ્ક છાશ વિતરણ:હર્ષભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે બરફનું દાન મળ્યું
તળાજા ડેપોમાં આજે 22મા દિવસે પણ નિશુલ્ક છાશ વિતરણ કરવામાં આવ્યું હતું. આજના છાશ વિતરણના દાતા હર્ષભાઈ સંજયભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે બરફનું દાન હ. ધનજીભાઈ લક્ષ્મીચંદ શાહ, કુંઢડાવાળા તરફથી મળ્યું હતું. આ સેવા કાર્યમાં રોજ અશોકભાઈ સગર તરફથી બરફ મળે છે. આ સેવા કાર્યમાં નિલેશભાઈ ભટ્ટ, દિનેશભાઈ બારૈયા, કાંતિભાઈ વોચમેન, પ્રવીણભાઈ, ધીરુભાઈ અને અયાન સહિતના લોકો જોડાયા હતા. આજના કાર્યક્રમમાં તળાજાના અગ્રણી વેપારીઓ અશ્વિનભાઈ શાહ, વિરાજભાઈ શાહ અને અનિલભાઈ શાહે હાજરી આપી કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ટ્રાફિક ઇન્સ્પેક્ટર કૌશિકભાઈ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવી રહ્યું છે.
Read Original Article →