મારમાર્યો:યુવકે પ્રેમ લગ્ન કરી મિલકતનો ભાગ માંગતા પિતા અને ભાઈએ મારમાર્યો

Gujarat4/11/2026, 12:30:40 AM
સિહોર તાલુકાના નવાગામ (મોટા) ગામમાં પરિવારિક વિવાદ હિંસક સ્વરૂપ ધારણ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી, જ્યાં એક યુવકે પોતાના પિતા અને ભાઈ સામે જ હુમલાની ફરિયાદ નોંધાવતા મામલો ચર્ચાનો વિષય બન્યો હતો. બનાવનું મૂળ કારણ યુવકે પોતાની જ્ઞાતિની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા જે બાદ મિલકતમાં ભાગ માગ્યો હોવાનું સામે આવ્યું હતું, જેના પગલે પરિવારજનો વચ્ચે તણાવ ઊભો થયો હતો. આ અંગે સિહોર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ફરિયાદ મુજબ, નવાગામ (મોટા)ના રહેવાસી પંકજભાઈ લાખાભાઈ પરમારે જણાવ્યું હતું કે તેઓ પોતાની પત્ની સાથે પરિવારથી અલગ રહેતા હતા. એક દિવસ તેઓ કામેથી ઘરે પરત ફર્યા ત્યારે પત્નીએ જણાવ્યું કે તેમના માતા ઘરે આવી ઘરવખરીની વસ્તુઓ પૂછ્યા વગર લઈ ગયા હતા. આ મુદ્દે પંકજભાઈએ પોતાની માતાને જે જોતું હોય તે લઈ જજો કહી દેતા મનદુઃખ પેદા થયું હતું. ત્યારબાદ તેમના પિતા લાખાભાઈ પરમાર અને ભાઈ જયપાલભાઈ પરમાર ઉશ્કેરાઈ જઈ ઘરની બહાર આવી મોટે મોટેથી પંકજભાઈ અને તેની પત્નીને ગાળો આપતા થયા, જેથી પંકજભાઈ તેઓને ગાળો આપવાની ના પાડી અને મિલકતમાં ભાગની માંગણી કરી હતી. તે વાતને લાખા પરમાર અને જયપાલ પરમારએ લોખંડના પાઈપ તથા ઢીકાપાટાથી પંકજભાઈ અને તેમની પત્ની પર હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત પંકજભાઈને સારવાર માટે એમ્બ્યુલન્સમાં સિહોર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાંથી તેઓએ પોતાના પિતા અને ભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી.
Read Original Article →