'કાર્યકર દિન'ની ભવ્ય ઉજવણી કરાઈ:આદર્શ કાર્યકરના ગુણો ધર્મ, નિયમ, ઉપાસના આજ્ઞા અને સત્સંગની દૃઢતા છે : મહંત સ્વામી
ભાવનગર મંદિર દ્વિદશાબ્દિ મહોત્સવ અને અક્ષર બ્રહ્મના ઓવારણાં શ્રેણી હેઠળ ચાલી રહેલી કથા શૃંખલા માં આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રાતઃ પૂજા દરમિયાન વિદ્વાન વક્તા પૂજ્ય આદર્શ જીવન સ્વામીએ કથા દરમિયાન કહ્યું હતું કે કોઈપણ સંસ્થાનો કાર્યકર એ સંસ્થાનો મજબૂત પાયો છે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પણ આદર્શ કાર્યકર કેવો હોવો જોઈએ તેની પ્રેરણા આપતા કહ્યું હતું આદર્શ કાર્યકર ના ગુણો ધર્મ, નિયમ, આજ્ઞા,ઉપાસના અને સત્સંગ ની દૃઢતા વિશે વિસ્તૃતમાં જણાવ્યું હતું. આજે કાર્યકરદિનની નિમિત્તે સવારની પ્રાત:પૂજામાં બાળકો દ્વારા મુખપાઠ અને સાંજની વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ધરાવતી સભામાં ભાવનગરની ભાવિક જનતાની હાજરી જોવા મળી હતી. સાંજની સભામાં સંસ્થાના સદગુરુ વર્ય સંત પૂજ્ય વિવેકસાગર સ્વામી અને અક્ષરવાડીના વરિષ્ઠ સંત પૂજ્ય સોમ પ્રકાશ સ્વામીની કથા વાર્તા દરમિયાન ભાવનગરના સત્સંગ મંડળ ના વિકાસની ગાથા, કાર્યકરોની સેવા ભક્તિ સમર્પણ નિષ્ઠા વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક જણાવ્યું હતું હજુ પણ આગામી બે દિવસ સુધી મહંત સ્વામી મહારાજની પ્રાતઃ પૂજા અને સાંજની સભા નો લાભ ભાવનગરની ભાવિક જનતાને મળી રહેવાનો છે . તા.11.4.26 ના રોજ બાળ દીનની ઉજવણી થશેઅને તારીખ 12 એપ્રિલના રવિવારના રોજ ભાવનગર મંદિરને 20 વર્ષ પૂર્ણ થતા હોય ભાવનગર મંદિર દ્વિ દશાબ્દી મહોત્સવ પણ ઉજવાશે.
Read Original Article →