ઉમદા સંકલ્પ:પૂજ્ય વ્રજરાજકુમારની પ્રેરણાથી થેલેસેમિયા મુક્ત ભારત માટે VYOનો મહાસેવાયજ્ઞ
વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (VYO) દ્વારા સમગ્ર વિશ્વમાં એક કરોડ નિ:શુલ્ક થેલેસેમિયા ટેસ્ટ કરવાના સંકલ્પ સાથે સેવાનો મહાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ભાવનગરમાં એક જ દિવસમાં 500 થી વધુ વિદ્યાર્થીઓનાં ટેસ્ટ કરી એક નવો કીર્તિમાન સ્થાપિત કરવામાં આવશે. ખાનગી લેબમાં જે ટેસ્ટનો ખર્ચ 500 થી 900 થાય છે, તે ટેસ્ટ VYO દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી તદ્દન મફત કરવામાં આવશે. આ અભિયાનમાં અત્યાધુનિક HPLC ટેક્નોલોજી દ્વારા સચોટ સ્ક્રીનિંગ કરવામાં આવશે. ભારતમાં દર વર્ષે 10000 થી 15000 બાળકો થેલેસેમિયા મેજર સાથે જન્મે છે. આ આનુવંશિક બીમારીને અટકાવવા માટે યુવાધનમાં જાગૃતિ લાવવી અનિવાર્ય છે. તા.13-4નાં મહાપ્રભુ વલ્લભાચાર્યજીના પ્રાગટય દિવસે ભાવનગર જિલ્લાનાં ભાવનગર, મહુવા, પાલીતાણા, સિહોરની કોલેજ ખાતે 500થી ટેસ્ટ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. જેમાં ભાવનગરમાં આનંદ વાટીકા ભગીની મંડળ ખાતે ઈન્ડીયન રેડક્રોસનાં સહયોગથી સવારે 10 થી 1 દરમિયાન ટેસ્ટ કરવામાં આવશે તો શહેરનાં લોકો બહોળી સંખ્યામાં આ સેવાનો લાભ લે તેવો અનુરોધ કરવામાં આવે છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી આ સેવાનો મહાયજ્ઞ એક શુભ દિવસે શરૂ થવા જઈ રહ્યો છે. શ્રી વલ્લભકુળભૂષણ વૈશ્વનવાચાર્ય પૂજ્ય પાદ ગોસ્વામી 108 વ્રજરાજકુમારજી મહોદયની પ્રેરણાથી VYO સંસ્થા 10 વર્ષોથી 15 દેશો અને ભારતના 46 શહેરોમાં માનવતાલક્ષી કાર્યો કરી રહી છે. સંસ્થા દ્વારા અગાઉ શિક્ષણ સહાય, આરોગ્ય સહાય, કોવિડ કેર ડ્રાઇવ જેવા અનેક જનકલ્યાણના કાર્યો કરવામાં આવ્યા છે. VYOના મેનેજિંગ ટ્રસ્ટી અશોક શાહ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, થેલેસેમિયા મુક્ત ભારતના લક્ષ્યને સિદ્ધ કરવા માટે કોલેજો શાળાના વિદ્યાર્થીઓનો સહકાર મહત્વનો છે". ભાવનગરનાં યુવાનો આ સેવાયજ્ઞમાં જોડાઈને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને તેવી સંસ્થા દ્વારા અપીલ કરી છે. ભારતના 46 શહેરોમાં કરાઇ છે માનવતાલક્ષી કાર્યો
VYO સંસ્થા 15 વર્ષોથી 15 દેશો અને ભારતના 46 શહેરોમાં માનવતાલક્ષી કાર્યો કરી રહી છે. સંસ્થા દ્વારા અગાઉ શિક્ષણ સહાય, આરોગ્ય સહાય અને કોવિડ કેર ડ્રાઇવ જેવા અનેક જનકલ્યાણના કાર્યો કરવામાં આવ્યા છે.
Read Original Article →