નવાગામ-ચિરોડામાં જુગાર રમતા ત્રણ શખસો ઝડપાયા:10 હજારથી વધુની રોકડ જપ્ત કરી, રાત્રિના સમયે તીન પત્તીનો જુગાર રમતા હતા

Gujarat5/28/2026, 11:37:38 AM
નવાગામ-ચિરોડામાં જુગાર રમતા ત્રણ શખસો ઝડપાયા:10 હજારથી વધુની રોકડ જપ્ત કરી, રાત્રિના સમયે તીન પત્તીનો જુગાર રમતા હતા
ભાવનગરમાં વરતેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઈકાલે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે નવાગામ (ચિરોડા) પાવર હાઉસ પાછળ આવેલા ખુલ્લા મેદાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાં ખીજડાના ઝાડ નીચે રાત્રિના સમયે પૈસા અને પાના વડે 'તીન પત્તી'નો જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા. જુગાર ત્રણને પોલીસે ઝડપ્યા પોલીસે ઘટનાસ્થળેથી જુગારનું સાહિત્ય અને રૂ. 10,900ની રોકડ રકમ કબ્જે કરી છે. મનીષ ચાવડા (ઉંમર 41, રહે.નવાગામ ચિરોડા), શૈલેષ ખમલ(ઉંમર 29, રહે.કરદેજ ગામ), અશોક મેર(ઉંમર: 46,રહે.નવાગામ ચિરોડા) વરતેજ પોલીસે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટની કલમ 12 મુજબ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Read Original Article →