ચોરીની ગાડીનો રંગ બદલી પોલીસને આપતા ચકમો:પશુચોરી કરતી કુખ્યાત ‘મસડા ગેંગ’ના ત્રણ સાગરીતો ઝડપાયા

Gujarat6/8/2026, 2:14:24 PM
ચોરીની ગાડીનો રંગ બદલી પોલીસને આપતા ચકમો:પશુચોરી કરતી કુખ્યાત ‘મસડા ગેંગ’ના ત્રણ સાગરીતો ઝડપાયા
વલ્લભીપુર પંથકમાં લાંબા સમયથી પશુપાલકોમાં આતંક મચાવનારી અને પશુઓની ચોરી કરતી કુખ્યાત ‘મસડા ગેંગ’ આખરે પોલીસના સકંજામાં આવી ગઈ છે. ત્રણ દિવસ અગાઉ સ્થાનિક માધ્યમોમાં માલધારીઓની વ્યથા અને પશુચોરીના આતંક અંગેની સ્ટોરી પ્રસિદ્ધ થતાં જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને વલ્લભીપુર પોલીસે ઓપરેશન પાર પાડી ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણને ઝડપી લીધા હતા. ​શું હતી ઘટના? ગત તારીખ 6 જૂનના રોજ વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં પશુચોરી અંગેનો ગુનો નોંધાયો હતો આ મામલે ઇન્ચાર્જ પી.આઈ. એમ.આર. ભલગરીયા અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. બાતમીના આધારે પોલીસે ધોળકા (અમદાવાદ) તરફથી આવતી આ હાઈટેક ગેંગને ઝડપી પાડી વલ્લભીપુર પોલીસ સ્ટેશનનો ગુનો ઉકેલી કાઢ્યો છે. આરોપીઓની ​મોડસ ઓપરેન્ડી આ ગેંગની કામ કરવાની પદ્ધતિ અત્યંત શાતિર હતી આરોપીઓ રાત્રિના સમયે સ્કોર્પિયો ગાડી લઈને નીકળતા અને ખેતરો કે ઘરની બહાર બાંધેલા પશુઓની ચોરી કરી ફરાર થઈ જતા. પોલીસ પકડથી બચવા માટે તેઓ ચોરીમાં વપરાતી ગાડીનો રંગ વારંવાર બદલી નાખતા હતા. ​પોલીસે ત્રણ શખ્સોએને ઝડપી લીધા 1. ઇદ્રીશ ઉર્ફે બનો ગુલામ રસુલ મન્સૂરી (રહે. ધોળકા, અમદાવાદ) 2. ઇમરાન ઉર્ફે પોપટ યાકુબમિયા મલેક (રહે. ધોળકા, અમદાવાદ) 3. શોહેબ ઉર્ફે બિલ્લો ઘાંચી (રહે. ધોળકા, અમદાવાદ) જ્યારે ગેંગનો અન્ય એક સાગરીત ખાજા શેખ (રહે. જુહાપુરા, અમદાવાદ) હાલ ફરાર છે, જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે, આરોપીઓનો ​ગુનાહિત ઇતિહાસ આ ગેંગનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેમાં મુખ્ય સૂત્રધાર ઇદ્રીશ ઉર્ફે બના સામે ચોરી, પ્રોહિબિશન, જુગાર અને પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ 20થી વધુ ગુના નોંધાયેલા છે, આ ઉપરાંત અન્ય આરોપીઓ ઇમરાન સામે 8 અને શોહેબ સામે 7 ગુનાઓ નોંધાયેલા છે, ​આ ગેંગના પર્દાફાશથી વલ્લભીપુર પંથકના માલધારીઓ અને પશુપાલકોએ રાહતનો શ્વાસ લીધો છે.
Read Original Article →