ગરમીમાં વધઘટ યથાવત:બપોરે તાપમાન 4.8 ડિગ્રી સેન્ટિગ્રેડ વધ્યું
ભાવનગર શહેરમાં આજે બપોર મહત્તમ તાપમાનનો પારો વધીને 37.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયો હતો અને ભાવનગરમાં દરરોજ તાપમાનમાં નોંધપાત્ર વધઘટનો સિલસિલો યથાવત રહ્યો હતો. એક જ દિવસમાં શહેરમાં મહત્તમ તાપમાન 4.8 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 37.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ, હતુ. સાંજે પવનની ઝડપ પણ ઘટીને 8 કિલોમીટર નોંધાઇ હતી. આમ, ગરમીનો પ્રભાવ વધ્યો છે. પવનની ધીમી ગતિને કારણે ભેજનું પ્રમાણ વધતાં બફારો પણ વધ્યો હતો. ભાવનગર શહેરમાં ગરમી વધી છે. ગઇ કાલે મહત્તમ તાપમાન ઘટીને 32.4 ડિગ્રી થઇ ગયુ હતુ પણ આજે બપોર તાપમાન 4.8 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 37.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા ઉનાળો હવે આક્રમક બની રહ્યો છે. આગામી દિવસોમાં સૂર્ય નારાયણ પોતાનું અસલ સ્વરૂપ દર્શાવશે અને લોકો ગરમીથી પરેશાન થશે. આજે શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન પણ વધીને 24.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. આજે સવારે પવનની ઝડપ 10 કિલોમીટર હતી તે આજે સાંજે ઘટીને 8 કિલોમીટર થઇ ગઇ હતી. આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 63 ટકા હતુ તે આજે સાંજે ઘટીને 31 ટકા થઇ ગયું હતુ. આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી શકે છે,
Read Original Article →