જૈન સંઘ અને આગેવાનો દ્વારા રજુઆત બાદ હુકમ કરાયો:પાલિતાણામાં યાત્રિકો પાસેથી રૂ.20 ઉઘરાવવા પર પ્રતિબંધ

Gujarat6/6/2026, 12:15:01 AM
પાલિતાણા ગિરીરાજ જૈન તીર્થ ખાતે ડોળી યુનિયન દ્વારા યુનિયનના નામે રૂ.20 યાત્રિકો પાસેથી ઉઘરાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પાલિતાણા ગીરીરાજ જૈન તીર્થ ખાતે વિવિધ જૈન સંઘ અને આગેવાનો દ્વારા ડોળીમાં યાત્રા કરનાર યાત્રિકો પાસેથી ગેરકાયદેસર રીતે રૂ.20 ઉઘરાવવામાં આવતા હોવાની વ્યાપક રજુઆત બાબતે ભાવનગર જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.ડી.ગોવાણીએ ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ મળેલ સત્તાની રૂઇએ તા.4.6.26 થી તા.3.8.26 સુધી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ નાનુભાઈ સંચાલિત યુનિયન દ્વારા કરવામાં આવેલ પીટીશનમાં ગુજરાત હાઈકોર્ટનો નિર્ણય આખરી રહેવાની શરતે પાલિતાણા ગિરીરાજ જૈન તીર્થ ખાતે ડોળી યુનિયન દ્વારા યુનિયનના નામે રૂ.20 યાત્રિકો પાસેથી ઉઘરાવવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ મુજબ શિક્ષા થશે.જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલ ફોજદારી કામ માંડવા માટે ફરજ પરના કોઇપણ હેડ કોન્સ્ટેબલથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા અધિકારીને અધિકાર રહેશે.
Read Original Article →