રૂ.50,000 નહીં આપતા મામલો બિચક્યો:નિવૃત્તિના પૈસાની વહેંચણીમાં ઝઘડો, વૃદ્ધાને કુટુંબીઓએ માર્યા
શહેરના ભાંગના કારખાના પાસે આવેલ વાલ્મિકીવાસ માં રહેતા અને મહાનગરપાલિક મા સફાઈ કર્મચારી તરીકે તાજેતરમાં નિવૃત્ત થયેલ મહિલા કર્મચારી હંસાબેન લક્ષ્મણભાઈ સરધારા એ પોતાની નિવૃત્તિના આવેલા પૈસા માંથી તેની ચાર દીકરીઓે તથા તેના દીકરાની દીકરી સહિત પાંચેયને રૂપિયા પચીસ પચીસ હજાર આપવાનું નક્કી કરેલ. પરંતુ તેના દીકરાની દીકરી કિંજલ ને આ પૈસા ઓછા પડતા તેણે ₹25, 000 નહીં પરંતુ પચાસ હજાર રૂપિયાની માગણી કરેલ. જે બાબતે હંસાબેન એ ના પાડતા હંસાબેન ના પુત્રવધુ ભાવનાબેન તથા તેના પૌત્ર સોહિલ રજનીભાઈ સરધારા અને તેના પત્ની આનંદી સોહિલભાઈ સરધારા ત્રણે એ તેણીની સાથે ઝઘડો કરી ઉશ્કેરાઈ જઈ તેને ગાળો આપી ભાવનાબેન તથા આનંદી એ હંસાબેન ના વાળ પકડી તેને પછાડી દઈ તેના પૌત્ર સોહીલે તેની પીઠના ભાગે ક્રિકેટ રમવાના બેટ થી મુંઢ માર મારી ખાટલા પર પછાડી દઈ ઇજા પહોંચાડ્યાની તથા મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવાઇ હતી.
Read Original Article →