વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસર:શહેરમાં આજથી વાતાવરણ ચોખ્ખું થતા બપોરે તાપમાનમાં વધારો થશે
ભાવનગર શહેરમાં ગઇ કાલ શુક્રવારે બપોર બાદ પોણો ઇંચ કમોસમી વરસાદ વરસી ગયા બાદ ગરમીનો પ્રભાવ ઘટી ગયો છે. પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ) અને લોકલ કન્વેક્ટિવ એક્ટિવિટીને કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને ભાવનગરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે જેથી માવઠા વરસ્યા બાદ આજે બપોરે મહત્તમ તાપમાન એકાએક 4.2 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 31.4 ડિગ્રી સેન્ટીગ્રેડ ગઇ જતા ગરમીમાં નગરજનોએ રાહતનો અનુભવ કર્યો હતો. સાંજના સમયે શહેરમાં 18 કિલોમીટરની ઝડપે પવનના સૂસવાટા ફૂંકાતા આહલાદક વાતાવરણ રહ્યું હતુ. હવે આવતી કાલ રવિવારથી ભાવનગરમાં વાતાવરણ ચોખ્ખું થતા બપોરના સમયે તાપમાન વધતા ગરમીમાં પણ વધારો થશે. ગઇ કાલે મહત્તમ તાપમાન 35.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ પણ બપોર બાદ ટાઢા પવન સાથે માવઠું વરસતા આજે એક જ દિવસમાં મહત્તમ તાપમાન 4.2 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને આજે 31.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 23.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ. સવારે હવામાં ભેજનું પ્રમાણ 68 ટકા હતુ તે સાંજના સમયે પણ 54 ટકા નોંધાયુ હતુ. સવારે પવનની ઝડપ 8 કિલોમીટર હતી તે સાંજના સમયે વધીને 18 કિલોમીટર થઇ ગઇ હતી. બપોરે સામાન્ય કરતા 5.7 ડિગ્રી ઓછું તાપમાન
આજે બપોરે ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાન ઘટીને 31.4 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ આ સમયગાળામાં શહેરમાં બપોરે જે તાપમાન હોવું જોઇએ તેનાથી આજે તાપમાન 5.7 ડિગ્રી સેન્ટીગ્રેડ ઓછું નોંધાતા ગરમી આજે બપોરે પરચો દેખાડી શકી ન હતી. ભાવનગર શહેરમાં ગઈકાલે સામાન્ય તાપમાન રહ્યું હતુ પણ સાંજે માવઠું વરસ્યા બાદ પવન ઠંડો થયો હતો અને તેની અસરથી આજે બપોરે તાપમાન ઘટ્યું હતું.
Read Original Article →