આજે પાર્કિન્સન્સ દિવસ:કંપવાના દર્દીને સહકાર, સમજ અને સહાનુભૂતિ અસરકારક

Gujarat4/11/2026, 12:11:22 AM
આજે પાર્કિન્સન્સ દિવસ:કંપવાના દર્દીને સહકાર, સમજ અને સહાનુભૂતિ અસરકારક
તા. 11 એપ્રિલના દિવસને વિશ્વભરમાં વિશ્વ પાર્કિન્સન્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પાર્કિન્સન્સ એક પ્રગતિશીલ ન્યુરોલોજીકલ (મગજને લગતો) રોગ છે, જેમાં મગજના કોષો ધીમે ધીમે અસરગ્રસ્ત થવા લાગે છે. પરિણામે, શરીરના હલનચલનમાં ફેરફાર થાય છે. સામાન્ય રીતે હાથ કે પગમાં ધ્રુજારી, ચાલવામાં મુશ્કેલી, જકડન, ક્રિયાઓ ધીમી પડી જવી, સંતુલન ગુમાવવું જેવા લક્ષણો જોવા મળે છે. પરંતુ પાર્કિન્સન્સ માત્ર હલન-ચલનનો જ રોગ નથી — તેમાં નોન-મોટર લક્ષણો પણ એટલા જ મહત્વપૂર્ણ છે, જેમ કે ઉદાસીનતા, ઊંઘમાં ખલેલ, થાક, યાદશક્તિમાં ઘટાડો અને ચિંતાની સમસ્યાઓ જોવા મળે છે. સહકાર, સમજણ અને સહાનુભૂતિ — આ ત્રણ બાબતો કોઈપણ દવા કરતાં વધારે અસરકારક બની શકે છે. 92 વર્ષે પણ પીએનઆર સોસાયટીમાં સેવારત બાબાભાઈ શાહ જણાવે છે કે, આજના સમયમાં અનેક પાર્કિન્સન્સ દર્દીઓ સુધી યોગ્ય સારવાર, માર્ગદર્શન અને સહાય પહોંચતી નથી. આ અંતરને ઘટાડવું — એ આજની સૌથી મોટી જરૂરિયાત છે. અમારી સંસ્થા આ માટે કામ કરી રહી છે. ભાવનગરમાં BKPPDMDS અને PNR Societyના સંયુક્ત ઉપક્રમે ચાલતા પાર્કિન્સન્સના સેન્ટરના ભાવીન માંડવીયા જણાવે છે, ભાવનગરમાં પાર્કિન્સન્સના દર્દીઓ આ સેવાનો છેલ્લા 13 વર્ષ થી લાભ લઇ રહ્યાં છે. આ માટે દર રવિવારે સવારે 10.30 કલાકે, અંધ ઉદ્યોગ શાળા, PNR SOCIETY ખાતે સેશન લેવામાં આવે છે તેમ જનરલ સેક્રેટરી પારસભાઈ શાહ જણાવ્યું હતું. આપણે નાના પ્રયત્નોથી મોટા ફેરફાર લાવી શકીયે સપોર્ટ ગ્રુપ થેરાપી સેશન્સ ઉપયોગી સાબિત કંપવા નામથી જાણીતા આ પાર્કિન્સન્સ રોગના દર્દીઓ માટે ગુજરાત અને પુણેમાં કાર્યરત બી. કે. પારેખ પાર્કિન્સન્સ ડિસીઝ એન્ડ મૂવમેન્ટ ડિસઓર્ડર સોસાયટી (BKP-PDMDS) છેલ્લા ઘણા વર્ષોથી કાર્ય કરી રહી છે. રાજ્યના વિવિધ શહેરોમાં સપોર્ટ ગ્રુપ થેરાપી સેશન્સ દ્વારા ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, કાઉન્સેલિંગ, આર્ટ-ડાન્સ થેરાપી અને જાગૃતિ કાર્યક્રમો દ્વારા દર્દીઓ અને તેમના પરિવારજનોને સશક્ત બનાવવાનું કામ કરે છે.
Read Original Article →