GSEB:ગુજકેટમાં રસાયણ વિજ્ઞાનમાં વિદ્યાર્થીઓને 2 માર્ક અગાઉથી મળી ગયા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 29 માર્ચના રોજ લેવાયેલી ગુજકેટની ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે જે મુજબ એકમાત્ર રસાયણ વિજ્ઞાનમાં જવાબમાં સુધારો થતા પ્રોવિઝનલ આન્સર કીમાં થયેલા ફેરફાર સાથે માત્ર રસાયણ વિજ્ઞાનની ફાઈનલ આન્સર કી મુજબ હવે પરીક્ષાર્થીઓને બે માર્ક અગાઉથી મળી ગયા છે અને એક પ્રશ્નમાં બે પૈકી એક વિકલ્પ સાચો ગણાશે. પ્રોવિઝનલ આન્સર કી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમની જાહેર કરવામાં આવી હતી અને 8 એપ્રિલ સુધી પ્રોવિઝનલ આન્સર કી અંગેની રજૂઆતો ઈ-મેલ મારફત સ્વીકારવામાં આવી હતી. ત્યારબાદ વિષયના નિષ્ણાતો દ્વારા તેની ચકાસણી કરાયા બાદ એક માત્ર રસાયણ વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર સેટમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં એક જ પ્રશ્નના જવાબમાં સુધારો થતા આ ફેરફાર કરાયો છે અને હવે રસાયણ વિજ્ઞાનમાં ફાઇનલ આન્સર કી મુજબ બે પ્રશ્નોમાં એક એક ગુણ તમામ વિદ્યાર્થીઓને મળી ગયો છે જ્યારે એક પ્રશ્નમાં બે વિકલ્પ છે તે પૈકી કોઈપણ એક વિકલ્પ સાચો ગણાશે. ગણિત, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન ની આન્સર કીમાં કોઈ પણ ફેરફાર થતો નથી તેથી તે વિષયોની પ્રોવિઝનલ આન્સર કી જ ફાઈનલ આન્સર કી રહેશે તેની ગુજકેટના વિદ્યાર્થીઓને નોંધ લેવા ભાવનગરના ડીઇઓ હિતેન્દ્રસિંહ પઢેરીયાએ જણાવ્યું છે.
Read Original Article →