ત્રાપજ પુલ પાસેથી કોડીન કફ સીરપનો જથ્થો ઝડપાયો:એસઓજીએ કોડીન ફોસ્ફેટ કફ સીરપની 60 બોટલ સાથે એક શખ્સને દબોચ્યો, ડોક્ટર સહિત 2 સામે ગુનો
ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે ત્રાપજ પુલ નજીકથી એક રીક્ષાને અટકાવી તપાસ કરતા કોડીન ફોસ્ફેટ ધરાવતી 60 બોટલ કફ સીરપના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો.શખ્સની પૂછપરછ કરતા તેને કફ સિરપ પીવાની ટેવ અને ખર્ચો કાઢવા સરતાનપરના ડોકટર પાસેથી શીરપનો જથ્થો લાવી છૂટકમાં વેચાણ કરતો હોવાની કબૂલાત આપતા.એસઓજી કુલ રૂ.64 હજારનો મુદ્દામાલ કબજે કરી અલંગ પોલીસ મથકમાં ડોકટર સહિત બે શખ્સો સામે નાર્કોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સ્ટાફને બાતમી હકીકત મળેલ કે, વિષ્ણુ જીણાભાઈ ચુડાસમા રહે, ઘોઘારોડ કૈલાસ સોસાયટી ભાવનગર વાળો પોતાની રીક્ષા નં. GJ-04-AU-8201 માં કોડીન ફોસ્ફેટ નુ ઘટક તત્વ ધરાવતી કફ સિરપની બોટલોનો જથ્થો બિન અધિકૃત રીતે કોઇ પાસ પરમીટ કે આધાર પુરાવા, બિલ વગર લઇને સરતાનપર થી ભાવનગર આવવાનો છે. અને તે ત્રાપજ ગામથી ભાવનગર તરફ આવતા ઓવરબ્રિજ નીચે રીક્ષા રાખી વેચાણ કરે છે. આ બાતમીના આધારે એસઓજીએ રાખી રેડ કરી તપાસ કરતા વિષ્ણુ જીણાભાઈ ચુડાસમાની અટક કરી કફ સિરપની કોડીન ફોસ્ફેટની બોટલ નંગ-60 કબ્જે કરી હતી. પૂછપરછમાં શખ્સે કબુલાત આપી હતી કે, તેને કફ સીરપ પીવાની ટેવ હોવાથી ખર્ચો કાઢવા પોતે સરતાનપર ગામના ડો.કરણ ભુપતભાઈ ગોહિલ પાસેથી સિરપની બોટલ લઇ છુટકમાં વેચાણ કરતો હતો. કુલ .રૂ.64 હજારનો મુદામાલ કબ્જે કર્યો
એસઓજીએ કફ સિરપ ઉપરાંત.રૂ.9 હજાર તથા એક મોબાઈલ કિ.રૂ.5 હજાર અને એક રીક્ષા કિ.રૂ.50 હજાર મળી કુલ .રૂ.64 હજારનો મુદામાલ કબ્જે કરી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના એએસઆઈ મહાવિરસિંહ દિલીપસિંહ ગોહિલે અલંગ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે વિષ્ણુ જીનાભાઈ ચુડાસમા અને ડૉ. કરણ ભુપતભાઇ ગોહિલ બન્ને (રહે. સરતાનપર જી.ભાવનગર )સામે નાર્કોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ 8(c), 21(c), 29 હેઠળ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
Read Original Article →