કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન:રાજ્યસભા MP શક્તિસિંહના અધ્યક્ષસ્થાને ચિત્રા ઓમ પાર્ટી પ્લોટ ખાતે સ્નેહમિલન યોજાશે

Gujarat5/14/2026, 12:31:54 PM
કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન:રાજ્યસભા MP શક્તિસિંહના અધ્યક્ષસ્થાને ચિત્રા ઓમ પાર્ટી પ્લોટ ખાતે સ્નેહમિલન યોજાશે
આગામી રવિવારે ગોહિલવાડની ધરતી પર કોંગ્રેસ સંગઠન પોતાની તાકાત બતાવવા જઈ રહ્યું છે, જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ અને જિલ્લા પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડના નેતૃત્વમાં ચિત્રા સ્થિત ઓમ પાર્ટી પ્લોટ ખાતે 'સ્નેહમિલન કાર્યક્રમ'નું આયોજન કરવામાં આવ્યું છે. જેમા રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને યોજાનારા આ કાર્યક્રમમાં હજારો કાર્યકરો અને આગેવાનો ઉમટી પડશે. સંગઠનાત્મક શક્તિ મજબૂત કરવા સ્નેહમિલન આ અંગે ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલે જણાવ્યું હતું કે, આગામી 17 મેના રોજ સાંજે 6:00 કલાકે ચિત્રા સ્થિત ઓમ પાર્ટી પ્લોટ ખાતે ભાવગર શહેર કોંગ્રેસ પરિવારનું સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે. જેમાં રાજ્યસભાના સાંસદ તથા ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતા શક્તિસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને યોજાનાર આ કાર્યક્રમને કોંગ્રેસના સંગઠનાત્મક શક્તિને મજબૂત કરવા માટે યોજાઈ રહ્યું છે, કોંગ્રેસના કાર્યકરો જ સંગઠનની સાચી તાકાત: લાલભા ગોહિલ લાલભા ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષના કાર્યકરો જ સંગઠનની સાચી તાકાત છે કાર્યકરોના પરિશ્રમ, સમર્પણ અને સતત જનસંપર્કના કારણે કોંગ્રેસ લોકોના દિલમાં આજે પણ મજબૂત સ્થાન ધરાવે છે. આ સ્નેહમિલન માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ કોંગ્રેસ પરિવારના દરેક કાર્યકરોને સન્માન અને પ્રોત્સાહન આપવાનો અવસર બનશે. આ કાર્યક્રમ દરમિયાન રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા વર્તમાન રાજકીય પરિસ્થિતિ, સંગઠન મજબૂતી અને આવનારી રાજકીય રણનીતિ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે, કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો વચ્ચે આત્મીયતા વધે અને સંગઠન વધુ સશક્ત બને તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ભવ્ય કાર્યક્રમમાં કોંગ્રેસના હોદ્દેદારો, શહેર-જિલ્લાના આગેવાનો, બુથ સ્તરે કામગીરી સંભાળનાર કાર્યકરો તેમજ વર્ષોથી કોંગ્રેસ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરનાર કાર્યકરોની ઉપસ્થિતમાં યોજાશે,કાર્યક્રમ દ્વારા કોંગ્રેસ સંગઠનમાં નવી ઉર્જા અને એકતાનો સંદેશ આપવામાં આવશે.
Read Original Article →