મંડે પોઝિટીવ:પગરખા વગર શાળાએ આવતા બાળકોને ચપ્પલ આપવાનું સેવા કાર્ય

Gujarat4/13/2026, 1:09:01 AM
મંડે પોઝિટીવ:પગરખા વગર શાળાએ આવતા બાળકોને ચપ્પલ આપવાનું સેવા કાર્ય
ભાવનગરમાં ઉનાળામાં ચપ્પલ વગરના બાળકો અને વડીલોને ચપ્પલ આપવાનું નેક કાર્ય થઇ રહ્યું છે. ભાવનગરના સામાજિક સેવક પ્રમોદ વોરા દ્વારા વર્ષોથી સાયકલ ભેટ યોજના ચલાવવામાં આવે છે. અત્યાર સુધીમાં 4200 જેટલી સાયકલ જરૂરિયાતમંદ વિધાર્થીઓને આપવામાં આવી છે. આ ઉનાળામાં પ્રમોદ વોરા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગરના શિક્ષક મહેશભાઈ મોરી સાથે મળીને ચપ્પલ વગરના બાળકો અને વડીલોને ચપ્પલની વ્યવસ્થા કરી આપવાનું ભગીરથ કાર્ય હાથ પર લેવામાં આવ્યું છે. મહેશભાઈ મોરી અને શિક્ષકોની ટીમ દ્વારા દાતા દ્વારા આપવામાં આવેલ ચપ્પલની છ (6) જોડની કીટ બનાવવામાં આવી છે અને આ ચપ્પલની કીટ શિક્ષકોને આપવામાં આવી છે. શિક્ષકો આ કીટ પોતાની ગાડીમાં રાખે છે અને શાળામાં, શાળા વિસ્તારમાં અન્ય કોઈપણ રસ્તામાં ચપ્પલ વગરના બાળકો અને વડીલોને ચપ્પલ આપવાનું નેક કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ નેક કાર્યમાં આર્થિક સહકાર આપવા માટે 9033771567,9879025944 પર સંપર્ક કરવો.
Read Original Article →