માર્ગદર્શન અપાયું:ભાવનગર RTO અને મહુવામાં APMCમાં માર્ગ સલામતી જાગૃતિ અભિયાન યોજાયું
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO), ભાવનગર તથા મહુવા APMC ખાતે માર્ગ સલામતી જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન માર્ગ સલામતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, સલામતી સંબંધિત માર્ગદર્શિકાઓનું સમજાઈ હતી. તેમજ કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી નાગરિકોને જાગૃત કરવામાં આવ્યા હતા. RTO કચેરી, ભાવનગર ખાતે વિવિધ કામકાજ અર્થે આવતા અરજદારોને માર્ગ સલામતીના નિયમો, વાહન ચલાવતી વખતે રાખવાની સાવચેતીઓ, ટ્રાફિક નિયમોના પાલનનું મહત્વ તેમજ અકસ્માત નિવારણ અંગે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત સલામતી અંગેની માર્ગદર્શિકાઓનું માહિતીથી લોકોને જવાબદાર વાહન વ્યવહાર માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર મળી રહે અને નાણાકીય મુશ્કેલીઓ સારવારમાં અવરોધ ન બને તે માટે સરકાર દ્વારા ઉપલબ્ધ સહાય અને યોજનાઓ વિશે અરજદારોને માહિતગાર કરાયા હતા. બીજી તરફ મહુવા APMC ખાતે આવતા માલવાહક તથા અન્ય વાહનોમાં રેડિયમ સ્ટિકર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રેડિયમ લગાવી માર્ગ સલામતી સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સાથે જ વાહનચાલકો અને વાહન માલિકોને લાઇસન્સિંગ પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજોની જાળવણી, ટ્રાફિક નિયમોના પાલન તેમજ પ્રધાનમંત્રી રાહત યોજના અને રાહવીર યોજના અંગે માહિતી આપવામાં આવી હતી. સરકારની આ યોજનાઓનો વધુમાં વધુ લોકો લાભ લઈ શકે અને અકસ્માત સમયે ઇજાગ્રસ્તોને સમયસર મદદ મળી રહે તે માટે વ્યાપક જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.
Read Original Article →