વીજકાપ:કાલે દીવડી ફીડરમાં વીજકાપ
આગામી સપ્તાહમાં જ્યારે ભાવનગર શહેરમાં ગરમી જામી છે ત્યારે તા.7 એપ્રિલ, 10 એપ્રિલ અને 11 એપ્રિલ, ત્રણ દિવસ જુદા જુદા વિસ્તારોમાં વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે. જેથી નગરજનોને બપોર સુધી ગરમીમાં હેરાનગતિ ભોગવવી પડશે. તા.7 એપ્રિલને મંગળવારે 11 kv દિવડી ફીડર હેઠળના સરદાર નગર ગુરુકુળ પાછળનો ભાગ, દીવડી ચોક, ગુરુકુળ, લોકમિલાપ આજુબાજુનો વિસ્તાર, દીવડી ચોકથી થિયોસોફીકલ લોજ, કે એસ એમ, ચંપા સોસાયટીથી પન્ના અગરબત્તી, મોખડાજી સર્કલ, બામણીયા પ્લોટ, ડાયમંડ વિસ્તાર, શશી પ્રભુ ચોક, અખંડાનંદ ફ્લેટ, બાબુભાઈની ચાલી, રેન્ટ વાલા સર્કલથી શશી પ્રભુ ચોક થઈને વૃષા રેસિડેન્સી તેમજ આજુબાજુના વિસ્તારમાં સવારે 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહીં. તા.10 એપ્રિલને શુક્રવારે 11 કેવી તગડી ફીડર હેઠળના ભૂતેશ્વર, તગડી, થોરડી, પીથલપુર અને રામપરમાં સવારના 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી વીજકાપ રહેશે. શુક્રવારે જ શહેરમાં રૂપાણી ફીડર હેઠળના વાળંદ સોસાયટી, તુલસી પાર્ક 1, ગોકુળધામ રોડ, મોમાઈ ચોક, નારેશ્વર સોસાયટી, વિરાણી સ્કૂલ, આલેખ કોમ્પલેક્ષ, આલેખ કોમ્પલેક્ષથી કે પી એસ ઇ સ્કૂલ, કે પી ઈ એસ સ્કૂલથી કેસરિયા હનુમાન રોડ, આલેખ કોમ્પલેક્ષથી લખુભા હોલ, લખુભા હોલથી બેબીલેન્ડ સ્કૂલ તરફ જમણી બાજુનો વિસ્તાર, લખુભા હોલથી દવે ઘી તરફ ડાબી બાજુના વિસ્તારમાં સવારના 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહીં. તા.11 એપ્રિલને શનિવારે વાઘાવાડી ફીડર હેઠળના સાગવાડી, શિવ પાર્ક, કાળીયાબીડ સી, ન્યુ ભગવતી પાર્ક, જુનુ ભગવતી પાર્ક શેરી નંબર 1 થી 7, નવી પાણીની ટાંકી કાળીયાબીડ સર્કિટ હાઉસ, વાઘાવાડી રોડ, સર્કિટ હાઉસ સુધી ઓશન પાર્ક, વૃંદાવન સોસાયટી, ગોકુલધામ સોસાયટી નંબર 1,2,3 , અવધ નગર, કબીર આશ્રમ રોડ, ભગવતી સર્કલથી વિરાણી સર્કલ વિસ્તાર, વિરાણી સર્કલથી પાણીની ટાંકીનો વિસ્તાર, મેલડી માતાજીનું મંદિરનો વિસ્તાર અને ભયલુ ભાઈની વાડી વિસ્તારમાં સવારના 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહીં.
Read Original Article →