વીજકાપ:39 ડિગ્રી ગરમીમાં આજે અધેવાડા ફીડરમાં 2 વાગ્યા સુધી વીજકાપ

Gujarat4/13/2026, 1:09:32 AM
ભાવનગર શહેરમાં બપોર તાપમાન 39 ડિગ્રીને આંબવા આવ્યું છે અને ઉનાળાની કાળઝાળ ગરમી શરુ થઇ છે ત્યારે વીજ કાપ પણ શરુ થઇ ગયા છે. વીજ કંપનીએ આ સમયગાળામાં સવારે 6 વાગ્યાથી સવારના 11 વાગ્યા સુધી જ વીજ કાપ રાખવો જોઇએ તેવી માગ છે. પણ આ 13 એપ્રિલ અને 15 એપ્રિલ, બે દિવસ સવારના 6.30થી 2 વાગ્યા અને સવારના 6.30 થી 1 વાગ્યા સુધી વીજ કાપ લાદવામાં આવ્યો છે. 13 એપ્રિલને સોમવારે 11 કેવી અધેવાડા ફીડર હેઠળના ચંદ્રહીલ સોસાયટી, તુલસી હિલ, નીલકંઠ રેસિડેન્સી, ચંદ્રવિહાર, રોયલ પાર્ક, શિવ અમૃત 1 થી 12, શિવ નંદન, વસંતવિહાર, વંદન ટેન્નામેન્ટ, શાંતિનગર, શ્રીનાથજી રેસીડેન્સી, મણિદ્વીપ, કેદાર સોસાયટી, યોગેશ્વર ભૂમિ, ગોકુલધામ રેસીડેન્સી, શહીદ ભગતસિંહ, ઓમ પાર્ક, ટોપ 3 ની આજુબાજુનો વિસ્તાર, અધેવાડા ગામ, ચંદ્ર પાર્ક, શ્રી વલ્લભ, શિવ દર્શન, માધવ રેસીડેન્સી 1-2, શિવધારા, તરસમિયા ગામ તથા આજુબાજુનો વિસ્તાર, ખારસી વિસ્તાર, સ્વપ્નશીલ, બરસાના અને મહાદેવ નગરમાં સવારે 6:30 વાગ્યાથી બપોરના 2 વાગ્યા દરમ્યાન વીજ પુરવઠો મળશે નહીં. તારીખ 15 એપ્રિલને બુધવારે 11 કેવી દીવડી ફીડર હેઠળના સરદાર નગર ગુરુકુળ પાછળનો વિસ્તાર, દીવડી ચોક ગુરુકુળ લોક મિલાપ આજુબાજુનો વિસ્તાર, દીવડી ચોકથી થિયોસોફીકલ લોજ, કે એસ એમ, ચંપા સોસાયટીથી પન્ના અગરબત્તી, મોખડાજી સર્કલ, બામણીયા પ્લોટ, ડાયમંડ વિસ્તાર, શશી પ્રભુ ચોક, અખંડ આનંદ ફ્લેટ, બાબુભાઈની ચાલી, રેંટવાલા સર્કલથી શશી પ્રભુ ચોક થઈને વૃષા રેસીડેન્સી અને આજુબાજુના વિસ્તારમાં સવારે 6:30 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહીં. શહેરમાં બારેમાસ વીજકાપ રાજ્યના એકપણ મહાનગરમાં ભાવનગરની જેમ બારે મહિના નિયમીત વીજકાપ આપવામાં આવતા નથી ભાવનગર જ એક એવું મહાનગર છે જ્યાં શિયાળો, ઉનાળુ અને ચોમાસું ગમે તે ઋતુમાં સવારથી બપોર 7 થી 8 કલાકના વીજકાપ શહેરી વિસ્તારમાં આપવામાં આવે છે આથી શહેરની ઈમેજ પણ ખરાબ થાય છે. સાથે નગરજનોને સહન કરવુ પડે છે.
Read Original Article →