પતિએ પત્નીને તેડી જવાની ના પાડતા લાગી આવ્યું:સાસરીયાઓના ત્રાસથી કંટાળી પરિણીતાએ ફિનાઈલ પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો, પરિણીતાએ પતિ, સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી

Gujarat6/9/2026, 10:11:52 AM
પતિએ પત્નીને તેડી જવાની ના પાડતા લાગી આવ્યું:સાસરીયાઓના ત્રાસથી કંટાળી પરિણીતાએ ફિનાઈલ પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો, પરિણીતાએ પતિ, સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી
ભાવનગર જિલ્લાના પાલીતાણામાં રહેતી મહિલાએ સાસરીયાઓના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળેલી એક પરિણીતાએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા હાલ પીડિત પરિણીતા પાલીતાણાની સદવિચાર જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, આ અંગે મહિલાએ પતિ, સાસુ-સસરા વિરુદ્ધ પાલીતાણા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.. આ બનાવ અંગે પાલીતાણા ટાઉન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ પીડિત મહિલા અપ્પુબેન રહે.ભીલવાસ, પાલીતાણા ના લગ્ન ગત તા.21-11-2025 ના રોજ રોહિશાળા ગામના અનિલ સોલંકી સાથે થયા હતા. લગ્ન બાદ મહિલા તેના સાસરીમાં સંયુક્ત કુટુંબમાં રહેતી હતી, પરિણીતાએ પોતાની ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, ​તેની સાસુ હીરાબેન મુકેશભાઈ સોલંકી તેને અવાર-નવાર ઘરકામના મુદ્દે અપશબ્દો બોલી મેણાં-ટોણા મારતા હતા, ​તેના પતિ અનિલભાઈ તેની પર ખોટી શંકા કરી મારઝૂડ કરતા હતા અને શારીરિક ઈજા પહોંચાડતા હતા, ​જ્યારે તે પતિ સાથે ઝઘડો કરતી, ત્યારે સસરા મુકેશ હમીરભાઈ પણ પતિનો પક્ષ લઈ તેને તથા તેના માતા-પિતાને અપશબ્દો બોલતા હતા, ​આ ત્રાસથી કંટાળીને પરિણીતા એક મહિના અગાઉ પોતાના પિયર ભીલવાસ આવી ગઈ હતી. ત્યારબાદ ગત તા.7/6/26 ના રોજ રાત્રે પતિએ ફોન કરીને પણ તેમની સાથે અપશબ્દોમાં વાત કરી હતી અને પાછા તેડી જવાની સાફ ના પાડી દીધી હતી, પતિના આ વ્યવહારથી લાગી આવતા, ગત તા.8/6/26 ના રોજ સવારે પરિણીતાએ પોતાના ઘરે ફિનાઈલ પી લીધું હતું, પરિવારને જાણ થતા તેને તાત્કાલિક પાલીતાણાની સદવિચાર જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલ પરિણીતાએ પોતાના પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે.
Read Original Article →