સંકટ ચતુર્થીની ઉજવણી:નવા વર્ષની પ્રથમ સંકટ ચતુર્થીએ ભકતોએ સંકટોના નાશ કરવા બાપાને શિશ નમાવ્યા

Gujarat4/11/2026, 12:21:11 AM
સંકટ ચતુર્થીની ઉજવણી:નવા વર્ષની પ્રથમ સંકટ ચતુર્થીએ ભકતોએ સંકટોના નાશ કરવા બાપાને શિશ નમાવ્યા
શહેરના કાળીયાબીડ વિસ્તારમાં ભગવતી સર્કલ પાસે આવેલ અષ્ટ વિનાયક સિધ્ધિ વિનાયક મંદિરે વર્ષની પ્રથમ અને ચૈત્ર માસની સંકટ ચતુર્થીની ચતુર્થીની ઉજવણી હજારો ભકતોના ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી અને સંકટ હરનારા દાદા પાસે આવીને શિશ નમાવ્યા. ભાવનગર જિલ્લામાં એક માત્ર કાળીયાબીડમાં ગણપતિ મંદિર અષ્ટવિનાયક સિધ્ધિ વિનાયક મંદિર આવેલુ છે. જીવનના તમામ સંકટોના નાશ કરવા માટે અષ્ટ વિનાયક સિધ્ધિ વિનાયક મંદિરે ગણપતી દાદાને લાડુ ધરવામાં આવે છે, પુષ્પના હાર ચડાવવા, બહેનોનો સત્સંગ અને સમુહ ગણપતિ પાઠ કરવા. 108 દિવાની દિપ માળા સાથે ઉત્સવ આરતી કરીને ઉજવણી કરવામાં આવે છે. સંકટ ચર્તુથીના દિવસે જે લોકોને જીવનમાં સંકટ આવતા હોય તે લોકોએ મંદિરએ આવીને મુશક દેવના કાનમાં મનોકામના કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. હજારો ભાવિકો ભકિત સાથે વ્રત રાખી પૂજન અર્ચન કરી માનતા રાખી હતી. શ્રધ્ધા સાથે ભાવનગર સહિત આજુ-બાજુના શહેરમાંથી પણ ભકતોએ આવીને મનોકામના કરી હતી. હજારો ભાવિકો ભકિત સાથે વ્રત રાખી પૂજન અર્ચન કર્યુ હતુ. વિધ્ન દૂર કરવા વ્રત કરાયા > બાળકોએ અભ્યાસ સિધ્ધિ માટે ચોથ રાખી. > સૌભાગ્યવતી સ્ત્રીઓએ પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના સાથે વ્રત કર્યુ હતુ. > ધંધામાં રૂકાવટ અને વિધ્નને દૂર કરવા ભાઇઓએ પુજા પાઠ કર્યા > આ દિવસે લોકો સંકટ ચોથમાં. આખો દિવસ ફળ, જયુસ અને લીકવીડ પર રહ્યા બાદ રાત્રે ચંદ્રના દર્શન કરી ગણપતિ દાદાની ગોળ, ભાખરીનો લાડુ ધરી લાડુની પ્રસાદી લઇ ચોથની પૂર્ણાહુતી કરી આ ચોથ કરવાથી સંકટોનો નાશ થાય છે.
Read Original Article →