નારી ચોકડી પાસે તસ્કરોનો તરખાટ:એક જ રાતમાં ત્રણ મકાનોના તાળા તોડી ₹3.12 લાખની ચોરી

Gujarat5/14/2026, 3:24:43 AM
નારી ચોકડી પાસે તસ્કરોનો તરખાટ:એક જ રાતમાં ત્રણ મકાનોના તાળા તોડી ₹3.12 લાખની ચોરી
શહેરના નારી ચોકડી વિસ્તારમાં આવેલી પંચવટી સોસાયટીમાં ગત મોડી રાત્રિના સમયે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. તસ્કરોએ એકસાથે ત્રણ બંધ મકાનોને નિશાન બનાવી, તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ ₹3.12 લાખની મતાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. એક જ રાતમાં ત્રણ મકાનોમાં ચોરી થતા સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. લાઈટ જતી રહેતા પરિવાર અગાશીમાં સૂતો અને નીચે ચોરી થઈ વરતેજ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર, પંચવટી સોસાયટીના પ્લોટ નંબર 35માં રહેતા અરવિંદસિંહ સુરસિંહ સિંધાએ ફરિયાદ નોંધાવી છે. ગત રાત્રિએ સોસાયટીમાં વીજ પુરવઠો ખોરવાતા ગરમીના કારણે તેમનો પરિવાર મકાનને તાળું મારી અગાશી પર સૂવા ગયો હતો. આ તકનો લાભ લઈ તસ્કરોએ રાત્રિના 11:00થી સવારના 5:30 વાગ્યા દરમિયાન ઘરના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્રણ મકાનોમાં થયેલી ચોરીની વિગત પોલીસ કાર્યવાહી સમગ્ર ઘટનાની જાણ થતા જ વરતેજ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી, સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તસ્કરોને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. એક જ વિસ્તારમાં ત્રણ મકાનોના તાળા તૂટતા પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉભા થયા છે.
Read Original Article →