રૂટમાં ફેરફાર કરાય તો અનેક ગામોને ફાયદો:સાવરકુંડલા-કૃષ્ણનગર બસ રૂટમાં ઉમરાળા અને વલભીપુરને સમાવો

Gujarat6/4/2026, 1:32:15 AM
ગુજરાત સરકાર દ્વારા દરેક જિલ્લાઓને ફાળવેલ નવી આધુનિક બસો પૈકી સાવરકુંડલા ડેપોને ફાળવાયેલી બસને માંગ મુજબ સાવરકુંડલા - કૃષ્ણનગર વાયા સાવર , ભૂવા, લીલીયા, દામનગર, ઢસા, ગઢડા, બોટાદ રૂટ શરૂ કરાતા ગ્રામ્ય વિસ્તારના લોકોને ઉપયોગી નીવડી રહી છે. આ બસને દામનગરથી ટુંકા માર્ગ પર લીમડાથી રંઘોળા ચોકડીથી હાઈવે પર આવેલ ટીંબી ગામે નિર્દોષાનંદ હોસ્પિટલમાં સાવરકંડલા -લીલીયા દામનગર વિસ્તારના લોકો વિવિધ રોગોની સારવાર અને ઓપરેશન માટે જઈ રહ્યા હોય અને દામનગર સહિત ગ્રામ્ય વિસ્તારના મુસાફરોને ઉમરાળા વલભીપુર જવા માટે એક પણ એસ.ટી.બસનો લાભ મળતો ન હોય શરૂ કરાયેલ આ બસને રૂટમા ફેરફાર કરી એસ.ટી. તંત્રને આવકમાં વધારો થાય અને ટીંબી હોસ્પિટલ સુધી પહોંચવા માટે મુસાફરોને બીજા રૂટ પરથી જવા આવવા માટે વધારાનો ખર્ચ કરવો ન પડે. અમરેલી વિભાગીય નિયામકને લોકોની માંગ સ્વીકારી નિર્ણય લેવા માંગ ઉઠી છે.
Read Original Article →