પર્યાવરણના જતન માટે વેકેશનનો સદઉપયોગ:પાલિતાણાના શિક્ષક દ્વારા 100 કલાકનું યોગદાન : શબરી વનનું નિર્માણ કર્યું
પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળાના શિક્ષક નાથાભાઈ ચાવડા દ્વારા વેકેશનમાં એક સંકલ્પ પૂર્ણ કર્યો. મોરારિબાપુની શાળામાં પધરામણી કરી ત્યારથી શબરી વન બનાવવાનું એક સ્વપ્ન હતું એ સ્વપ્ન રાહી ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા બાવીશ હજારનું યોગદાન મળતાં પૂર્ણ કર્યું જેમાં વિવિધ ઔષધીય અને પર્યાવરણને અનુરૂપ વૃક્ષારોપણ કરી રાહી શબરી વનનું નિર્માણ કર્યું. બાળકોને પર્યાવરણ અને વિજ્ઞાનના અભ્યાસમાં અનુકૂળ વૃક્ષો વાવ્યા અને 100થી વધુ વૃક્ષોનું જતન કરવામાં આવશે. જેમાં શિક્ષક દ્વારા 100 કલાકનું યોગદાન અને સામાજિક સંસ્થા રાહી ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણનું જતન કરવા આ શબરી વન બનાવવા યોગદાન આપ્યું હતુ. વિશ્વ પર્યાવરણ દિનના દિવસે શાળા પરિવાર અને બાળકો માટે ખુલ્લું મૂકવામાં આવશે. પર્યાવરણના જતન માટે વેકેશનનો સદઉપયોગ પ્લાસ્ટિક મુક્ત શાળા અને પર્યાવરણના જતન માટે ઉનાળા વેકેશનનો સદઉપયોગ કરી શિક્ષક દ્વારા પ્રેરણાદાઈ કાર્ય કરવામાં આવ્યું છે. રાહી ફાઉન્ડેશન જેવી સામાજિક સંસ્થાના યોગદાનથી શાળા ગ્રીન બની અને રાહી શબરી વન જોવા લાયક સ્થળ બન્યું.
Read Original Article →