મહુવામાં જાહેરમાં જુગાર રમતા 4 ડ્રાઈવર સહિત 6 શખ્સો રંગેહાથ:ફાતેમા સોસાયટી પાસે પોલીસનો દરોડો, ₹10,280ની રોકડ જપ્ત

Gujarat6/6/2026, 5:30:04 AM
મહુવામાં જાહેરમાં જુગાર રમતા 4 ડ્રાઈવર સહિત 6 શખ્સો રંગેહાથ:ફાતેમા સોસાયટી પાસે પોલીસનો દરોડો, ₹10,280ની રોકડ જપ્ત
ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં ફાતેમા સોસાયટી પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા 4 ડ્રાઈવર અને 2 મજૂર સહિત 6 ઇસમોને પોલીસે બાતમીના આધારે રંગેહાથ ઝડપી પાડ્યા છે. મહુવા પોલીસે આ દરોડા દરમિયાન સ્થળ પરથી ₹10,000 થી વધુની રોકડ રકમ અને ગંજીપત્તાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા તમામ શખ્સો વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાતમીના આધારે પોલીસે નુરાની બાગ નજીક દરોડો પાડ્યો મહુવા પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર, પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ વાળાને ચોક્કસ બાતમી મળી હતી કે ફાતેમા સોસાયટી પાસે નુરાની બાગ નજીક આવેલી મસ્જિદ પાસે કેટલાક શખ્સો એકઠા થઈને જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે રાત્રિના સમયે ત્રાટકીને સ્થળ પર રેડ કરી હતી. પોલીસને જોઈને નાસભાગ મચી ગઈ હતી, પરંતુ પોલીસે કોર્ડન કરીને જુગાર રમી રહેલા તમામ 6 શખ્સોને દબોચી લીધા હતા. દરોડામાં કોણ કોણ પકડાયું? મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરાઈ પોલીસે જુગારના પટમાંથી ગંજીપત્તાના પાના અને કુલ ₹10,280 ની રોકડ રકમનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મહુવા પોલીસે પકડાયેલા તમામ શખ્સો વિરૂદ્ધ જુગારધારાની કલમ 12 હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તજવીજ શરૂ કરી છે.
Read Original Article →