Live Updates

મોખડકામાં ગેરકાયદે હથિયારના સોદા માટે એકઠા થયેલા ત્રણ શખ્સો ઝડપાયા:LCBની ટીમે એક પિસ્ટલ, ત્રણ જીવતા કાર્ટીસ જપ્ત કર્યા; આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો

Gujarat4/14/2026, 11:28:31 AM
મોખડકામાં ગેરકાયદે હથિયારના સોદા માટે એકઠા થયેલા ત્રણ શખ્સો ઝડપાયા:LCBની ટીમે એક પિસ્ટલ, ત્રણ જીવતા કાર્ટીસ જપ્ત કર્યા; આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાલીતાણા પંથકમાં પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન મળેલી બાતમીના આધારે મોખડકા ગામની સીમમાં આવેલી વાડીમાં રેડ કરતાં હથિયારના સોદા માટે ભેગા થયેલા ત્રણેય શખ્સોને ઝડપી લઈ પોલીસે તેમની પાસેથી મેગેઝીનવાળી પિસ્તોલ અને જીવતા કાર્ટીસ સહિત કુલ રૂ. 20,300નો મુદ્દામાલ કબ્જે કરી શખ્સોને પાલીતાણા ગ્રામ્ય પોલીસ સ્ટેશનને સોંપ્યા હતા, જ્યાં તેમના વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. 3 શખ્સો હથિયાર સાથે ઝડપાયા આ બનાવ અંગે લોકલ ક્રાઇમ બ્રાન્ચની કચેરીથી મળતી વિગતો અનુસાર ગતરોજ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પાલીતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ચોક્કસ માહિતી આધારે મોખડકા ગામની સિંમમાં વાડી ધરાવતા મોખડકા ગામના બહાદુર પોપટ ચૌહાણની વાડીએ રેડ કરી હતી. આ દરમિયાન ત્યાં ત્રણ શખ્સો ગેરકાયદે હથિયારનો સોદો કરવા માટે આવ્યા હોવાથી તેમને ઝડપી લીધા હતા. જેમાં ભાર્ગવ કલ્યાણભાઈ ધંધુકિયા (ઉંમર વર્ષ 29, રહે ભૂતિયા ગામ, તાલુકો- પાલીતાણા) બહાદુર પોપટભાઈ ચૌહાણ (ઉંમર વર્ષ 46, રહે, મોખડકા ગામ, તાલુકો-પાલીતાણા) અને અનુ જીણા પરમાર (ઉંમર વર્ષ 42, રહે, ભીલવાસ ગરાજીયા રોડ, પાલીતાણા) સ્થળ પરથી મેગ્ઝીનવાળી પિસ્ટલ કિંમત રૂપિયા 20,000 તથા 3 નંગ જીવતા કાર્ટીસ કિંમત રૂપિયા 300 મળી કુલ રૂપિયા 20,300નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય શખ્સોને હથિયાર સાથે પાલીતાણા ગ્રામ્ય પોલીસ સ્ટેશનને હવાલે કરી તેમના વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી હતી.
Read Original Article →