દસનાળા પાસે એએસપી સ્ક્વોડની તવાઈ:કિયા સેલ્ટોસ કારમાં છુપાવેલો ₹1.14 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

Gujarat5/14/2026, 6:52:17 AM
દસનાળા પાસે એએસપી સ્ક્વોડની તવાઈ:કિયા સેલ્ટોસ કારમાં છુપાવેલો ₹1.14 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
શહેરના નારી ગામ પાસે આવેલા દસનાળા નજીક એએસપી સ્ક્વોડે ફિલ્મી ઢબે વોચ ગોઠવીને વિદેશી દારૂની હેરાફેરી કરતી એક કીઆ સેલ્ટોસ કારને ઝડપી પાડી છે. પોલીસે કારની ડેકીમાં છુપાવેલા વિદેશી દારૂના 672 નંગ ચપટા (નાની બોટલો) સાથે ફરિયાદકા ગામના એક શખસની ધરપકડ કરી છે. પોલીસે દારૂ અને લક્ઝરી કાર મળી કુલ ₹11.14 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે વોચ ગોઠવી કાર દબોચી લીધી વરતેજ પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ, ભાવનગર ગ્રામ્ય મદદનીશ પોલીસ અધીક્ષકની સ્ક્વોડને ચોક્કસ બાતમી મળી હતી કે, અમદાવાદ-ભાવનગર નેશનલ હાઈવે તરફથી એક સિલ્વર કલરની કીઆ સેલ્ટોસ કાર (નંબર: GJ. 08. BS. 7880) દારૂનો જથ્થો ભરીને ભાવનગર તરફ આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે દસનાળા પાસે નાકાબંધી કરી વોચ ગોઠવી હતી. દરમિયાન, શંકાસ્પદ કાર પસાર થતા તેને અટકાવી તલાશી લેવામાં આવી હતી. ડેકીમાં ચોરખાનું બનાવી છુપાવ્યો હતો જથ્થો પોલીસે જ્યારે કારની તલાશી લીધી ત્યારે તેની ડેકીમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની બોટલો (ચપટા) મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી ભૌતિક ઉર્ફે ભવદીપ મુકેશભાઈ ઉણેચા (ઉંમર 20 વર્ષ, રહે. ફરિયાદકા ગામ, આદર્શનગર) નામના શખસની અટકાયત કરી હતી. જપ્ત કરાયેલ મુદ્દામાલ વરતેજ પોલીસે આ મામલે પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી, આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →