ભાસ્કર એનાલિસિસ:ભાવનગર કોર્પોરેશનની છેલ્લી ચાર ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સિવાય કોઈને જીત મળી નથી

Gujarat4/13/2026, 1:12:29 AM
ભાસ્કર એનાલિસિસ:ભાવનગર કોર્પોરેશનની છેલ્લી ચાર ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સિવાય કોઈને જીત મળી નથી
ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી આગામી તા.26 એપ્રિલના રોજ યોજાવાની છે ત્યારે 21મી સદીમાં યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો પર દ્રષ્ટિપાત કરીએ તો ભાવનગર મ્યુ. કોર્પોરેશનમાં છેલ્લાં 26 વર્ષથી ચૂંટણી થઇ છે તેમાં ઇલેકશન જંગ માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ યોજાયો છે અને આ બે મુખ્ય પક્ષોના જ પ્રતિસ્પર્ધીનો વિજય થયો છે. છેક ઇ.સ.2000ના વર્ષમાં યોજાયેલી ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં સીપીએમ અને જનતાદળ(યુ)ના ઉમેદવારોનો વિજય થયો હતો ત્યાર બાદ 2005, 2010, 2015 અને 2021 એમ ચાર ચુંટણી યોજાઇ ગઇ તેમાં ભાજપ અને કોંગ્રેસ સિવાયના એક પણ પક્ષ કે અપક્ષ ઉમેદવાર કોર્પોરેશનની ચૂંટણીમાં વિજયી થયા નથી. ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે તા.26 એપ્રિલને રવિવારે મતદાન છે. તેમાં છેલ્લાં 31 વર્ષ દરમિયાન 5 ચૂંટણી થઇ છે તેમાં ઇ.સ.1995ની ચૂંટણીમાં સીપીએમ અને 2000ના વર્ષમાં યોજાયેલી ચૂંટણીમાં સીપીએમ અને જનતા દળ(યુ)ના ઉમેદવાર જીત્યા બાદ 2005,2010 અને 2015માં ચૂંટણી માત્ર બે પાંખીયો જંગ જ બની રહી હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસના જ ઉમેદવારો જીત્યા હતા. વધુ એક નોંધપાત્ર બાબત એ છે કે ઇ.સ.1995થી આજ સુધીના 31 વર્ષ દરમિયાન 6 ચૂંટણી યોજાઇ ગઇ તેમાં એક પણ અપક્ષ ઉમેદવાર ચૂંટણીમાં જીત્યો નથી. 1995થી લઇને આજ સુધીમાં ચૂંટણીમાં સૌથી વધુ બેઠક ઇ.સ.1995ની અને છેલ્લે 2021માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને 44 બેઠક મળી હતી. જે રેકર્ડ છે. જ્યારે કોંગ્રેસને સૌથી વધુ 18 બેઠક ઇ.સ.2000 અને 2015ની ચૂંટણીમાં મળી હતી. છેલ્લી 5 ચૂંટણીના લેખાજોખા
Read Original Article →