PI પર હુમલો કરનાર 6 ઝડપાયા:ગુંદી-કેરિયામાં વાહન ચેકિંગ દરમિયાન મહિલા સહિતનાએ પોલીસ પર હુમલો કર્યો હતો

Gujarat5/15/2026, 10:07:21 AM
PI પર હુમલો કરનાર 6 ઝડપાયા:ગુંદી-કેરિયામાં વાહન ચેકિંગ દરમિયાન મહિલા સહિતનાએ પોલીસ પર હુમલો કર્યો હતો
ઘોઘા તાલુકાના ગુંદી-કેરિયા વિસ્તારમાં વાહન ચેકિંગની કામગીરી કરી રહેલી પોલીસ ટીમ પર સ્થાનિકોના ટોળાએ હુમલો કરી ફરજમાં રૂકાવટ કર્યાની ઘટના સામે આવી છે. આ મામલે ઘોઘા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય શખ્સોને પકડવા તપાસ તેજ કરી છે. વાહનો ડિટેઈન કરતા મામલો બિચક્યો પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 11 મેના રોજ ઘોઘા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ. એમ.એન. ચાવડા અને તેમનો સ્ટાફ ગુંદી-કેરિયા ગામે વાહન ચેકિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન ગામના ચાર યુવાનોના મોટરસાયકલમાં ખામી જણાતા પોલીસે એમ.વી. એક્ટની કલમ 207 હેઠળ વાહનો ડિટેઈન કર્યા હતા. પોતાના વાહનો પકડાતા ઉશ્કેરાયેલા વાહનચાલકો અને સ્થાનિકોનું ટોળું લાકડીઓ અને અન્ય સાધનો સાથે ત્યાં ધસી આવ્યું હતું. પોલીસ સાથે ઝપાઝપી અને ગાળાગાળી મહિલાઓ સહિતના આ ટોળાએ પોલીસને સવાલ કર્યો હતો કે, "અમારા વિસ્તારના લોકોના જ વાહનો કેમ પકડો છો?" તેમ કહી ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી. ટોળાએ પોલીસ કર્મચારીઓ સાથે ધક્કામુક્કી કરી, ગુનાહિત બળપ્રયોગ દ્વારા તેમને ફરજ બજાવતા અટકાવ્યા હતા. આટલું જ નહીં, હુમલાખોરોએ પોલીસ સ્ટાફને જાહેરમાં ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. પોલીસની કાર્યવાહી અને ધરપકડ આ બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ ચાવડાએ ફરિયાદ નોંધાવતા પોલીસે 10 નામજોગ શખ્સો અને અન્ય અજાણ્યા સ્ત્રી-પુરુષોના ટોળા વિરુદ્ધ BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. ઝડપાયેલા આરોપીઓના નામ ઘોઘા પોલીસે તમામ ઝડપાયેલા શખ્સો વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ફરાર અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →