કાર્યાલય ખાતે લોકપ્રશ્નોના ત્વરિત નિકાલનો પ્રયાસ:કૃષિમંત્રી જીતુભાઇ વાઘાણીએ જાહેરાત કરી હતી કે, 7 કિમીની ત્રિજ્યામાં આવતા તમામ જળાશયોને તબક્કાવાર પાણીથી ભરાશે
સ્વાસ્થ્ય સુધારવા રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવો - કૃષિ મંત્રી ભાવનગર શહેરના કાળુભા રોડ સ્થિત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના કાર્યાલય ખાતે ધારાસભ્યએ શહેર અને જિલ્લાઓ માંથી પોતાના માટે વિસ્તારો માંથી આવેલ સામાન્ય નાગરિકોની રજૂઆતો સાંભળી બને તેટલી તરત ઉકેલ આવે તે દિશાના પગલાં પણ લીધા હતા. જેમાં ખાસ કરી ને વીજ ફોલ્ટ, નારી વિસ્તારોમાં પ્લોટ સનદ દસ્તાવેજ કરવા બાબતે, સર ટી હોસ્પિટલના લગતા, સિંચાઈ ના પ્રશ્નો, ખેડૂતો લગતા પ્રશ્નો, દબાણોના પ્રશ્નો સહિતના પ્રશ્નો સાંભળ્યા હતા. શહેરના કાળુભા સ્થિત કાર્યાલય ખાતે કેબિનેટ મંત્રી અને પશ્ચિમના ધારાસભ્યએ જીતુભાઈ વાઘાણી આજે બપોર બાદ લોકપ્રશ્નો સાંભળવામાં બેઠા હતા, જેમાં વહીવટી બાબતોના પ્રશ્નો, પશ્ચિમ વિસ્તારના વિકાસના કામો કે શહેરના પ્રશ્નોઓ કાર્યકર્તાઓ, પ્રતિનિધિઓ અને શુભેચ્છકો અને અરજદારોના પ્રશ્નોના ઝડપથી નિકાલ આવે તે માટે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને મહાનગરપાલિકા, જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાના તમામ સાથે વાત કરી ને ઝડપીથી સમસ્યાઓ હલ થાય તે માટે ના પ્રયાસો કર્યા હતા, કેબિનેટ મંત્રી અને પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, જનતાના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવું એ તેમની પ્રાથમિક ફરજ છે આ જનસુનાવણીમાં શહેર અને જિલ્લાના વિવિધ વ્યક્તિગત તથા નીતિ વિષયક પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા ધારાસભ્યએ યુવાનો તરફથી મળેલા રચનાત્મક સૂચનોને આવકારી, જનહિતમાં આવી નીતિઓ રાજ્ય સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી, પાણીની સમસ્યા અંગે વાત કરતા ધારાસભ્યએ સરકારના મહત્વના નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, ભાવનગરની આસપાસની 7 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા તમામ ડેમ, ચેકડેમ અને તળાવોને તબક્કાવાર ભરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સિંચાઈ વિભાગને આ અંગેના આદેશો પણ આપી દેવાયા છે આ નિર્ણયથી ભાવનગર પંથકમાં પીવાના પાણી અને સિંચાઈની સમસ્યામાં મોટો ઘટાડો આવશે અને ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે. સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓ બાબતે ઉઠેલા પ્રશ્નોના જવાબમાં ધારાસભ્યએ સ્પષ્ટ કર્યું હતું કે, રાજ્ય સરકાર આરોગ્ય ક્ષેત્રે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા તૈયાર નથી ભૂતકાળની સરખામણીએ આજે સુપર સ્પેશિયાલિટી સુવિધાઓ ઉપલબ્ધ છે સાથે જ, ધારાસભ્યએ વધતા જતા રોગોના નિયંત્રણ માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, "રાસાયણિક ખાતરને બદલે પ્રાકૃતિક ખેત પેદાશોનો ઉપયોગ આપણા રસોડામાં કરવાથી જ સ્વાસ્થ્ય જળવાશે અને હોસ્પિટલો પરનું ભારણ ઘટશે." રાજ્યમાં હાલ 8 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને ગવર્નર આચાર્ય દેવવ્રત આ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કામ કરી રહ્યા છે, આ લોકપ્રશ્નો દરમ્યાન સાથે કોર્પોરેશનના પદાધિકારીઓ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા પંચાયતના પ્રમુખ, નગરસેવકો તેમજ કલેક્ટર ઓફિસ, ડીડીઓ, પોલીસ, પીજીવીસીએલ (PGVCL) અને આરટીઓ સહિતના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા.
Read Original Article →