તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર:મે મહિનાના અંતમાં અસહ્ય ગરમી અને પવનના સુસવાટા સાથે વરાળિયો તાપ
છેલ્લા કેટલાય દિવસોથી કાળઝાળ ગરમી અને હીટવેવમાં ભાવણાવાસીઓ શેકાઈ રહ્યા છે ત્યારે આજરોજ પણ સતત ત્રીજા દિવસે પણ તાપમાનનો પારો 42 ડિગ્રીએ રહેતા લોકો ગરમીથી અકળાયા હતા, આજે 34 કિલોમીટર ની ઝડપે ગરમ લું ફેંકાઈ હતી, રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી ઉનાળાએ પોતાનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. મે મહિનાના અંતિમ અઠવાડિયામાં ગરમીનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે, જેના કારણે લોકો આકરા તાપ અને અસહ્ય બફારાનો સામનો કરી રહ્યા છે આગામી દિવસોમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે ત્યારે લોકોએ બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું અને શરીરનું તાપમાન જળવાઈ રહે તે માટે પૂરતા પ્રમાણમાં પાણી અને પ્રવાહી પદાર્થોનું સેવન કરવું હિતાવહ છે છેલ્લા છ દિવસના હવામાનના આંકડાઓ પર નજર કરીએ તો ગરમીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
છેલ્લા છ દિવસનું તાપમાન નો પારો તા.21 મે ને ગુરુવારના રોજ મહત્તમ તાપમાન 37.9 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 26.7 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 38 ટકા અને પવનની ઝડપ 24 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.22 મે ને શુક્રવારના રોજ મહત્તમ તાપમાન 38.2 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28.2 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 49 ટકા અને પવનની ઝડપ 26 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.23 મે ને શનિવાર રોજ મહત્તમ તાપમાન 38.2 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28.8 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 49 ટકા અને પવનની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.24 મે ને રવિવાર રોજ મહત્તમ તાપમાન 41.9 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 29.3 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 42 ટકા અને પવનની ઝડપ 14 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.25 મે ને સોમવાર રોજ મહત્તમ તાપમાન 41.7 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28.8 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 44 ટકા અને પવનની ઝડપ 26 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.26 મે ને મંગળવાર રોજ મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 39 ટકા અને પવનની ઝડપ 34 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી.
Read Original Article →