હવામાનમાં સતત ઉતાર-ચઢાવ:આજે 66 ટકા ભેજનું પ્રમાણ તથા પવનની ગતિ ધીમી પડતાં બપોરે લોકો ગરમી અકળાયા

Gujarat5/25/2026, 10:25:29 AM
હવામાનમાં સતત ઉતાર-ચઢાવ:આજે 66 ટકા ભેજનું પ્રમાણ તથા પવનની ગતિ ધીમી પડતાં બપોરે લોકો ગરમી અકળાયા
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે છેલ્લા ચાર થી પાંચ દિવસના તાપમાનના આંકડા પર નજર કરીએ તો, મહત્તમ તાપમાનનો પારો 41.9 ડિગ્રી સુધી પહોંચી ગયો છે, જ્યારે લઘુત્તમ તાપમાન અને ભેજના પ્રમાણમાં પણ ભારે વધઘટ નોંધાઈ રહી છે. જેના કારણે નાગરિકો અસહ્ય બફારા અને ગરમીનો સામનો કરી રહ્યા છે, આજરોજ પવનની ગતિ ધીમી રહેતા અને ભેજનું પ્રમાણ 66 ટકા જેટલું ઊંચું હોવાને કારણે બપોરે ગરમીનો પારો ફરી ઊંચકાય તેવી પૂરેપૂરી શક્યતા છે. છેલ્લા પાંચ દિવસનું તાપમાન નો પારો તા.20 મે ને બુધવારના રોજ મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 26.7 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 50 ટકા અને પવનની ઝડપ 28 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.21 મે ને ગુરુવારના રોજ મહત્તમ તાપમાન 37.9 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 26.7 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 38 ટકા અને પવનની ઝડપ 24 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.22 મે ને શુક્રવારના રોજ મહત્તમ તાપમાન 38.2 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28.2 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 49 ટકા અને પવનની ઝડપ 26 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.23 મે ને શનિવાર રોજ મહત્તમ તાપમાન 38.2 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28.8 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 49 ટકા અને પવનની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.24 મે ને રવિવાર રોજ મહત્તમ તાપમાન 41.9 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 29.3 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 42 ટકા અને પવનની ઝડપ 14 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.25 મે ને સોમવાર રોજ લઘુત્તમ તાપમાન 28.8 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 66 ટકા અને પવનની ઝડપ 12 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી.
Read Original Article →